Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

અમેરિકામાં ૧૫ ઓકટો.થી લાગુ પડાયેલ ''પબ્લીક ચાર્જ'' હાલની તકે મોકૂફઃ વિશ્વ વ્યાપ્ત યુ.એસ.દૂતાવાસમાં જાહેર કરાયેલી સૂચના

વોશીંગ્ટનઃ યુ.એસ.જવા ઇચ્છુક વિદેશીઓ માટે ૧૫ ઓકટો.થી લાગુ પડતા પબ્લીક ચાર્જ નિયમનો અમલ હાલની તકે રદ કરવાનું નક્કી થયું છે. પરિણામે વિશ્વ વ્યાપ્ત અમેરિકાની કોન્સ્યુલેટ કચેરીઓએ આ અમલ હાલની તકે મોકૂફ રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત પબ્લીક ચાર્જ નિયમ મુજબ અમેરિકા જવા ઇચ્છુક વિદેશી મૂળનો નાગરિક સરકારી સહાય ઉપર આધાર રાખવા ઇચ્છે છે કે કેમ તેની ચોખવટ માંગવામાં આવી હતી. જેનો દરેક સ્ટેટમાં વિરોધ થતાં હાલની તકે આ નિયમ મુલતવી રાખવામાં આવ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના આ નવા સૂચન મુજબ વિદેશી દંપતિ ઓછામાં ઓછા ૪૧ હજાર ડોલર કમાવા સક્ષમ હોવું જોઇએ. કારણ કે ઓછી આવક ધરાવતા લોકોને સહાય આપવી પડતી હોવાથી સરકાર ઉપર બોજો વધે છે.

(8:18 pm IST)