Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સિક્યુરિટી ટ્રાન્ઝિક્શન ખર્ચને ઘટાડવા માટે થયેલી રજૂઆત

નાણામંત્રી નિર્મલા સીતારામ અને સેબી સમક્ષ એનએસઈની માંગ : માર્કેટને વિસ્તૃત બનાવવા પ્રક્રિયાને સરળ કરવાની જરૂર

નવી દિલ્હી,તા. ૫ : નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા (એનએસઈ) દ્વારા ભારતીય માર્કેટમાં જટિલ ખર્ચાઓ અને સિક્યુરિટી ટ્રાન્ઝિક્શનને ઘટાડવા માટે આજે જોરદાર રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, દેશમાં ઇક્વિટી સપાટીને વધારવા માટે આ પ્રાથમિક જરૂરિયાત દેખાઈ રહી છે. એક્સચેંજના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં એનએસઈના સીઈઓ અને એમડી વિક્રમ લિનેએ કહ્યું હતું કે, ઇક્વિટી ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં પ્રમાણમાં નબળી છે. આ દિશામાં હજુ પણ કામ કરવાની જરૂર છે. ઇક્વિટી માટેની બાબતોને વધુ સરળ બનાવવાની જરૂર દેખાઈ રહી છે. એનએસઈ અને તેની ટીમ માર્કેટ ડેવલપમેન્ટની પ્રક્રિયાને ઝડપી કરવા સરકાર અને રેગ્યુલેટર સાથે કામ કરવા માટે તૈયાર હોવાની વાત પણ તેમણે કરી હતી. વિશ્વના અગ્રણી અર્થતંત્રમાં યોગ્ય સ્થાન મેળવવા માટે ભારતની મહત્વકાંક્ષાઓમાં યોગદાન આપવા માટે એનએસઈ સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

                 આ કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતાારામન અને સેબીના ચેરમેન અજય ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું હતું કે, ભારતને વાયબ્રન્ટ સ્ટોક માર્કેટની જરૂર છે. એનએસઈએ સાબિતી આપી છે કે, શેરબજાર માટે ટકાઉ અને સ્વદેશી મજબૂતરીતે વધતા મોડલની જરૂર દેખાઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એનએસઈના મૂડીરોકાણકારો આ ક્ષેત્રમાં આગળ વધવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બોન્ડ માર્કેટમાં વિદેશી મૂડીરોકાણકારોની ભાગીદારીના સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ભારતમાં પ્રવેશ કરવા માટે ફંડ દ્વારા વ્યાપક રસ દર્શાવવામાં આવ્યો છે. આના માટે વિશ્વાસની બાબત સૌથી જરૂરી બનેલી છે. આ પ્રસંગે સેબીના ચેરમેન ત્યાગીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, મૂડી માર્કેટમાં ટ્રેડિંગ અને ક્લિયરિંગની પ્રક્રિયાને વધુ મજબૂત કરી દેવાની જરૂર દેખાઈ રહી છે. આના માટે ટેકનોલોજી સૌથી મહત્વપૂર્ણ બાબત છે. મૂડી માર્કેટના ટ્રાન્સફોર્મેશનમાં ટેકનોલોજીની ભૂમિકા મોટી રહી છે.

(7:59 pm IST)