Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીનાં અધ્યક્ષ નવા તરીકે વરણી :પિતા રામ વિલાસ પાસવાનનું લીધું સ્થાન

આગામી પાંચ વર્ષ સુધી ચિરાગ પાસવાન પાર્ટીના પ્રમુખ પદે રહેશે.

નવી દિલ્હી : બિહારના પ્રાદેશિક પક્ષ લોકજન શક્તિ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની વરણી કરાઈ છે ચિરાગ પાસવાન જમુઇ બેઠક પર લોકસભાના સાંસદ પણ છે.

  એલજેપીની બેઠક મળી હતી. જેમાં રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને પાર્ટી પ્રમુખની જવાબદારી સંભાળી. હતી આગામી પાંચ વર્ષ સુધી ચિરાગ પાસવાન પાર્ટીના પ્રમુખ પદે રહેશે. ગત લોકસભા ચૂંટણીમાં પણ બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની પસંદગીમાં ચિરાગ પાસવાને મહત્વની ભૂમિકા નિભાવી હતી.

   રામવિલાસ પાસવાને ચિરાગને કમાન સોંપવાના સંકેત પહેલા જ આપી દીધા હતા. અને કહ્યું હતુ કે તેઓ ઇચ્છે છે કે પાર્ટીની કમાન હવે આગામી પેઢી સંભાળે. ફિલ્મ જગતમાં નિષ્ફળતા મેળવી ચુકેલા ચિરાગે રાજનીતિમાં નસીબ અજમાવ્યું. હતું  જ્યાં તેને સફળતા મળી.હતી  2013માં ચિરાગ પાસવાન ફિલ્મી દુનિયાને છોડીને રાજનીતિમાં સક્રિય થયા હતા

(7:57 pm IST)