Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીયો માટે જીવનસાથીને સ્પોન્સર કરવાનુ઼ મુશ્કેલ બન્યું : નવા નિયમ મુજબ લગ્ન પહેલા ૧ર માસ સાથે રહ્યા હોય તો જ પાર્ટનરશીપ વીઝા અપાશે

ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડ સરકારે પાર્ટનરશીપ વીઝા આપવા માટે વિદેશીઓની સંસ્કૃતિની અવગણના કરી પોતાની સંસ્કૃતિ અમલી બનાવી છે. જે મુજબ ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય મુળના પુરૂષ કે સ્ત્રી તેના જીવનસાથીને સ્પોન્સર કરી શકશે નહીં. કારણ કે નવા નિયમ મુજબ સ્ત્રી અને પુરૂષ લગ્ન પહેલા ઓછામાં ઓછા ૧ર માસ પતિ પત્ની તરીકે સાથે રહ્યા હોવા જોઇએ. પછી ભલે તેમણે લગ્ન કર્યા ન હોય. ભારતમાં લગ્ન પહેલા દંપતિ સાથ રહી શકતુ ન હોવાથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા ભારતીયો માટે પોતાના જીવનસાથીને સ્પોન્સર કરવાનું દુષ્કર બની જતા ઠેર-ઠેરવિરોધ રેલી યોજાઇ હતી. પરંતુ સ્થાનિક સાંસ્દ મેમ્બરએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તમને અમારા નિયમ મંજુર ન હોય તો તમારા દેશમાં પાછા ચાલ્યા જાવ. અમે અમારી સંસ્કૃતિ મુજબ આગળ વધશું. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(4:00 pm IST)