Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

બે હજારની સૌથી વધુ ૩૦,૬૫૮ નકલી નોટ ગુજરાતમાંથી મળી ગુજરાત નકલી કરન્સી મામલે પ્રથમ,યુપી બીજા, તો બંગાળ ત્રીજા ક્રમે

૨૦૧૭માં સમગ્ર દેશમાં ૨૮ કરોડની ફેક કરન્સી મળી

નવી દિલ્હી તા.૫: કેન્દ્ર સરકાર દ્વારા ડિમોનિટાઇઝેશન નિર્ણય લેવામાં આવ્યો તે પછી બજારમાં ૨૦૦૦ અને ૫૦૦ દરની નવી ચલણી નોટો બહાર પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાંથી ૨૦૧૭ની સાલમાં સૌથી વધુ બે હજારના દરની ૩૦,૬૫૮ નંગ નકલી ચલણી નોટો જપ્ત થયાની વિગતો ખૂલી છે. સમગ્ર દેશમાં નકલી કરન્સી કુલ રૂ.૨૮ કરોડની પોલીસે જપ્ત કરી જેમાં સૌથી વધુ અધધ કહી શકાય તેટલી ૯ કરોડની નકલી કરન્સી માત્ર ગુજરાતમાંથી મળી હતી. આમ સમગ્ર દેશમાં સૌથી વધુ નકલી કરન્સી ગુજરાતમાંથી કબજે લેવામાં આવે છે. બહાર આવેલી આ વિગતો ઘણી ચોંકાવનારી રહી છે. આ વિગતોને લઇ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં અમદાવાદની વિવિધ બેન્કોમાંથી આવેલી નકલી ચલણી નોટો અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આંચકો આપે તેવી બાબત એ હતી કે, બેંકો દ્વારા મોકલવામાં આવેલી નકલી કરન્સીમાં બાળકોના રમવા માટે આવતી સાદી કાગળની નોટો પણ બેન્કના કર્મચારીઓ ઓળખી શકયા ન હતા. જેના કારણે આરોપીઓ બેંકમાં આ પ્રકારની નકલી નોટો વટાવવામાં સફળ થયા હતા. નકલ નોટો પકડાવાની મામલે ગુજરાત બાદ બીજા ક્રમ ઉતરપ્રદેશ અને ત્રીજા ક્રમે વેસ્ટ બંગાળનો સમાવેશ થાય છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના ૨૦૧૭ના રિપોર્ટ મુજબ ગુજરાતમાંથી ૨૦૧૭ી સાલમાં ૯,૦૦,૮૮,૮૫૦ની કિંમતની ડુપ્લિકેટ ચલણી નોટો મળી જ્યારે ઉત્તરપ્રદેશમાં ૨,૮૬,૪૯,૮૬૦ની અને વેસ્ટબંગાળમાંથી ૧,૯૩,૬૬,૦૭૦ની રકમની નકલી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી. આમ.અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત,ઉત્તરપ્રદેશ અને વેસ્ટ બંગાળમાં સૌથી વધુ ડુપ્લિકેટ ચલણી નોટો કરન્સીમાં ફરતી થઇ જતી હોવાનું બહાર આવ્યું છે. જેની સામે પોલીસ દ્વારા સઘન તપાસ કરીને આરોપીઓને ઝબ્બે કરવા માટે કાર્યવાહી પણ કરવામાં આવે છે. બે હજારની નવી ચલણી નોટો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાંથી સૌથી વધુ બે હજારના દરની નકલી નોટો બાદ આ મામલે ૧૦૧૯૧ નંગ બે હજારના દરની નકલી નોટ ઝબ્બે કરવામાં ઉત્તરપ્રદેશનો બીજા ક્રમ અને વેસ્ટ બંગાળ ત્રીજા ક્રમ સાથે બે હજારના દરની ૭૯૨૨ નોટો ઝબ્બે કરી છે.

દેશની આર્થિક સ્થિતિને ફટકો મારવા માટે ઘૂસાડવામાં આવતી નકલી ચલણી નોટો મામલે પ્રજામાં જાગૃતતા લાવવા માટે સરકાર રિઝર્વ બેન્ક અને પોલીસ દ્વારા સતત આયોજન થઇ રહ્યા ચે. ખાસ કરી બજારોમાં વેપારીઓમાં આ મામલે સતત જાગૃતતા આવી રહી છે. મોટાભાગના કિસ્સમાં નકલી ચલણી નોટો સાથે આરોપીને ઝડપીને વેપારીઓ પોલીસને જાણ કરતાં હોવાના કિસ્સા દેશમાં પ્રકાશમાં આવ્યા છે. યુનિયન ટેરેટરીમાં દિલ્હીમાંથી નકલી કરન્સી ૬,૭૮,૯૬,૨૫૦ની પોલીસે ઝબ્બે કરી હતી.(૧.૨) 

નકલી કરન્સી સૌથી વધુ તે પાંચ રાજય

ક્રમ

રાજ્ય

   નકલી કરન્સી કેટલી

ગુજરાત

     રૂ.૯,૦૦,૮૮,૮૫૦

ઉત્તરપ્રદેશ

     રૂ.૨,૮૬,૪૯,૮૬૦

વેસ્ટબંગાળ

     રૂ.૧,૯૩,૬૬,૦૭૦

કેરળ

     રૂ.૧,૩૦,૬૩,૫૪૦

 આંધ્રપ્રદેશ

    રૂ. ૧,૨૧,૭૯,૯૫૪

નવી બે હજારની નકલી નોટો કયાંથી વધુ પકડાઇ

ક્રમ

રાજ્ય

   કેટલા નંગ બે હજારની નોટ

ગુજરાત

     રૂ.૩૦,૬૫૮

ઉત્તરપ્રદેશ

     રૂ.૧૦,૧૯૧

વેસ્ટબંગાળ

     રૂ.૭,૯૨૨

આસામ

     રૂ.૩,૮૮૦

કેરળ

     રૂ. ૨,૯૩૭

રદ થયેલી હજારની નેટ કયા રાજયમાં સૌથી વધુ પકડાઇ

ક્રમ

રાજ્ય

 હજારની રદ નોટ કેટલી મળી

ગુજરાત

     રૂ.૧૬,૭૪૨

ઉત્તરપ્રદેશ

     રૂ.૪,૩૫૪

વેસ્ટબંગાળ

     રૂ.૧૪૬૫

મહારાષ્ટ્ર

     રૂ.૭૮૨

કર્ણાટક

     રૂ. ૭૭૧

દિલ્હીમાં સૌથી વધૂ જૂની રદ થયેલી એક હજારની ચલણી નોટ ૪૦,૩૬૩ નંગ મળી આવી છે.

(3:48 pm IST)