Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કાર્ટોસેટ-૩: સુક્ષ્મ ચીજો નિહાળવા સક્ષમ ઉપગ્રહનું ૨૦મીએ લોન્ચીંગ કરી શકે છે ઇસરો

બેંગ્લોરઃ  તા.૫: છ મહિના બાદ રૂટીન મિશન તરફ પરત ફરીને હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) દ્વારા નવી નવી તૈયારી હાથુ ધરવામાં આવી ચુકી છે. હવે ઈસરો  કાર્ટોસેટ ૩ ઉપગ્રહને લોંચ કરવા માટેની તૈયારીમાં વ્યસ્ત છે. કાર્ટોસેટ-૨ની તુલનામાં આમાં વધારે શકિતશાળી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. જે નાની નાની સુક્ષ્મ ચીજોને પણ નિહાળી શકે છે. કાર્ટોસેટ૩ ઉપગ્રહ ધરતી પર ૦.૨૫ મીટર કદની નાની અને સુક્ષ્મ ચીજોને પણ નિહાળી શકે છે. ઇસરોના ઉચ્ચ સ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ઉપગ્રહને ૨૦મી નવેમ્બરના દિવસે લોંચ કરવામા આવી શકે છે. આના માટે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે તમામ તૈયારી ચાલી રહી છે. ઇસરો પોતાના ધ્રુવીય ઉપગ્રહ યાન પીએસએલવી સી૪૭ મારફતે આ ઉપગ્રહને લોંચ કરનાર છે. આની સાથે જ વિદેશી ઉપગ્રહો પણ મોકલવામાં આવનાર છે. જો કે કયા કયાં દેશના ઉપગ્રહ મોકલવામાં આવનાર છે તે સંબંધમાં હજુ સુધી માહિતી સપાટી પર આવી નથી. પ્રાપ્ત માહિતી મુજબ ૧૪થી વધારે વિદેશી ઉપગ્રહોને લોંચ કરવામાં આવનાર છે. જો કે જુદા જુદા સમય પર આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવનાર છે. ૨રમી મેના દિવસે રિસેટર બીના લોંચ બાદ ઇસરો રૂટીન કામગીરી પર છે. ઓકટોબર સુધી તો ચન્દ્રયાન ર પર કામગીરી ચાલી રહી હતી.

હવે ઇસરો નવા કામમાં વ્યસ્ત છે. ઇસરોના વડા કહી ચુકયા છે. આગામી સમયમાં ચન્દ્ર પરસોફ્ટ લેન્ડિંગ પણ કરવામાં આવનાર છે. આની તૈયારી પણ શરૂ કરવામાં આવનાર છે

(3:37 pm IST)