Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વિદ્યાર્થીઓએ બનાવી ૧ લીટર પેટ્રોલમાંથી ૧૨૧ કિલોમીટર દોડતી સિંગલ સીટર કાર

ચેન્નાઇ તા ૫  : ચેન્નાઇની એસઆરએમ યુનિવર્સિટીના ઓટોમોબાઇલ એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓની ટીમે એક વર્ષની મહેનત બાદ અનોખું કારનામું કરી બતાવ્યું છે. ૩૧ સ્ટુડન્ટસની ટીમે મળીને આખો પ્રોજેકટ હેન્ડલ કયો હતો. એમાં તેમણે સિંગલ સીટર કાર તૈયાર કરી છે. આ કાર ૧ લીટર વાપરીને ૧૨૧ કિલોમીટર દોડી શકે છે. આ કારનો પ્રોટાઇપ તૈયાર છે જે ૧૯થી બાવીસ નવેમ્બર સુધી બેન્ગલોરમાં યોજાનારા ઇકો મેરથોન ઇન્ડિયા એકિઝબિશનમાં પ્રદર્શીત કરવામાં આવશે. એમાં કારની ક્ષમતાની પરખ પણ થશે. જો એમાં એની ઉપયોગીતા અને ફયુઅલ એફિશ્યન્સી પુરવાર થશે તો એને એશીયામાં યોજાનારી ઇકો મેરથોનમાં ભારતનું પ્રતિનીધીત્વ કરવા મોકલવામાં આવશે. સોૈથી મહત્વની વાત તદ એ છે કે આ કારની ડિઝાઇન માટે ટીમના બધા જ સ્ટુડન્ટ્સે પોતાની પોકેટ મની વાપરીને એમાંથી કાર તૈયાર કરી છે. લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયામાં આ કાર બની છે, જે માટે એક વર્ષનો સમય લાગ્યો હતો. કારની ડિઝાઇન જાન્યુઆરીમાં તૈયાર કરી હતી. બોડી હલકુ હોય એ માટે કાર્બન ફાઇબર અને એલ્યુમિનીયમ વપરાયું છે. એન્જિન જસ્ટ ૫૦ સીસીનું છે. આ કાર સમતળ રસ્તા પર ચાલી શકે એમ છે.

(3:36 pm IST)