Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ર૦પ૦ સુધીમાં જળવાયું પરિવર્તનથી ૩૦ કરોડ લોકો સમુદ્રમાં ડૂબી જશે

ગુટેરસના રીપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો ભારત, ચીન, જાપાન અને બાંગ્લાદેશ અસુરક્ષિત

નવી દિલ્હી, તા. ૪ : જલવાયુ પરિવર્તન પર લગામ લગાવાના યોગ્ય નહીં કરવામાં આવે તો ર૦પ૦ સુધી વિશ્વભરમાં ૩૦ કરોડ લોકો સમુદ્રમાં વહી જશે. ભારત, ચીન, જાપાન અને બાંગ્લાદેશ જલવાયું પરિવર્તનના લીધે સમુદ્ર સ્તરના કારણે સૌથી અસુરક્ષિત છે. આસિયાન, સંમેલનમાં સામેલ થવાના બેંકોક પહોંચેલા સંયુકત રાષ્ટ્ર પ્રમુખ અંટોનિયો ગુટરેસે એક રીપોર્ટના હવાલાથી આ જાણકારી આપી.

ગુટેરસે કહ્યું જળવાયું પરિવર્તનની આજે વિશ્વ માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. તેના કારણે મહાસાગરોનું વધતું સ્તર ગંભીર ચિંતાનો વિષય છે. જર્નરલ નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત એનજીઓ  કલાઇટ નેટ સેન્ટ્રલની હાલનો રીપોર્ટનો હવાલો આપીને તેઓએ કહયુ કે મહાસાગરોનું સ્તર અંદાજ થી પણ વધુ તેજીથી વધી રહ્યો છે. જો દરે દેશ સમય રહીને જળવાયુ પરિવર્તનને થામવા માટે જરૂરી પગલા ઉઠાવીને મોડુ કરશે તો તેનું પરિણામ ખુબ જ ભયાનક હશે.

તેઓએ કહયું આવી જ સ્થિતી રહી તો વિશ્વમાં ર૦પ૦ સુધી ૩૦ કરોડ લોકો સમુદ્રમાં વહી જશે તેમાં સૌથી વધુ ખતરો દક્ષિણ એશિયાઇ દેશો માટે છે જેમાં ભારત સહિત ચીન, જાપાન અને બાંગ્લાદેશ સૌથી અસુરક્ષિત છે. બીજી બાજુ થાઇલેન્ડના ૧૦ ટકા વસ્તી માટે ખતરો છે.

ગુટેરસે કહ્યું, રીપોર્ટના આંકડા આગળ - પાછળ થઇ શેક છે. પરંતુ એ વાતથી ઇન્કાર કરી શકાય નહી કે, જળવાયુ પરિવર્તન મોટો ખતરો છે. તેઓએ કહયું કે તેના પર લગામ કસવા અને વૈજ્ઞાનિકોની સલાહ મુજબ સદીના અંત સુધીના તાપમાન વધારાને ૧.પ ડીગ્રી પર રોકવા માટે આવતા એક દાયકામાં કાર્બન ઉત્સર્જનને ૪પ સુધી ઘટાડવો પડશે. અને ર૦પ૦ સુધી કાર્બન ઉત્સર્જનને શુન્ય પર લાવવુ પડશે.

(3:36 pm IST)