Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સમસ્ત કલા મહાદેવજીની દેન છેઃ પૂ.મોરારીબાપુ

ઉતરાખંડ-ઉત્તરાકાશીમાં આયોજીત ''માનસ ભૈરવ'' શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.૫: ''સમસ્ત કથા મહાદેવજી-ભોળાનાથની દેન છે'' તેમ પૂ.મોરારીબાપુએ ઉત્તરાખંડના-ઉતરાકાશીમા આયોજીત ''માનસ ભૈરવ''શ્રીરામકથાના ચોથા દિવસે કહ્યુ હતું.

પૂ.મોરારીબાપુએ કહ્યુ કે, ગીત,વાદ્ય અને કલાએ શિવભૈરવી છે. તેના સંગાથે શિવજીની ભકિત-આરાધના કરવામાં આવે છે.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે વધુમાં કહ્યુ કે આનંદ ભૈરવનું એક લક્ષણ શિલમ શિવસ્થ ભૈરવમ આ શીલમાં વ્યાવહારિકશીલ ઉપરાંત આધ્યાત્મિક શીલ મૌન,અશ્રુ,પરમતત્વનો આશ્રય એકાત વગેરે આધ્યાત્મિક શીલ છે. વિવિધ ઊંચાઇ એ પહોંચાડી ફિલ્મીગીતની પંકિતઓ વિશેની વાત કરી હતી.

પૂ.મોરારીબાપુએ માનસ ભૈરવ અંતર્ગત વ્યાસપીઠને અનેક જગ્યાએથી વિવિધ સામગ્રી મળી રહી છે જેનો યથામતિ-યથાગતિ યથાસમય સદ્દઉપયોગ કરવા પોતે પ્રયત્ન કરશે એમ કહેતા જણાવ્યું કે નીતિનભાઇ વડગામા દ્વારા ભગવદ્દગોમંડળ શબ્દકોષમાં ભૈરવ શબ્દનાં કુલ ૩૫-પાંત્રીસ અર્થો બનાવાયા છે (ભાગ-૭ પૃષ્ઠ ૬૮૧૪-૧૫) ઉપરાંત ઉત્તર શબ્દનાં પણ અર્થો બતાવાયા છે. (જે સ્વાધ્યાયનો આવનારા દિવસોમાં કથામાં આગળ સંવાદ થશે) ભૈરવ એ શિવનું જ રૂપ છે. ભૈરવ શિવ જ છે ભૈરવ તંત્રની વિવિધ સાધના કરનારા અનેક સાધકોમાં એક હર્ષદેવ માધવે શેવભેરવ તંત્ર વિશે માહિતી મોકલી છે. બાપુએ ખૂબ જ ખુશી વ્યકત કરતાં જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અત્યારે ખૂબ જ કામ થઇ રહ્યું છે નવી નવી યુવાચેતનાઓ ખૂબ જ મહેનત કરી રહી છે. જે ભાવિપેઢી માટે ખજાનો છે. પોતાના મંગલાચરણ બાબતના એક પ્રશ્નના જવાબ આપતાં બાપુએ જણાવ્યું કે આ મારૃં હોમવર્ક નથી પણ મારૃં ઓમવર્ક છે જે સ્મૃતિમાં કશુંક ઉતારે છે.

(3:34 pm IST)