Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

શું મોહન ભાગવત-ગડકરી લાવશે મહારાષ્ટ્રની રાજકીય સમસ્યાનો અંત? હસ્તક્ષેપની માંગ ઉઠી

શિવસેનાની નવી માંગઃ ઉધ્ધવ ઠાકરેને ૩૦ મહિના મુખ્યમંત્રી બનાવોઃ પછી ભાજપ નિર્ણય લ્યે : શિવસેનાના એક ટોચના નેતાએ ગડકરી-ભાગવતને લખ્યા પત્ર

મુંબઇ, તા.પઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકની વચ્ચે શિવસેનાના એક ટોપ નેતાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે ભાજપ અને શિવસેનાની વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવાની ભલામણ કરી છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેના સલાહકાર કિશોરી તિવારીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય સરસંદ્યચાલક મોહન ભાગવતને પણ પત્ર લખીને કેસમાં હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.

તિવારીએ કહ્યું કે અમે માંગણી કરી છે કે ભાજપના સીનિયર નેતા અને મંત્રી નિતિન ગડકરીને સેના સાથે વાતચીતનું કામ સોંપે. અમને વિશ્વાસ છે કે તેઓ માત્ર ગઠબંધનના ધર્મનું જ સમ્માન કરશે નહીં પરંતુ બે કલાકની અંદર આ સ્થિતિને ઉકેલી દેશે. તેમણે દાવો કર્યો કે આ રૂકાવટ પાર કરી લેવામાં આવે તો સેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેને પહેલાં ૩૦ મહિના માટે  મુખ્યમંત્રી બનાવી શકે છે અને પછી બાકીના કાર્યકાળ માટે ભાજપ નિર્ણય કરી શકે છે કે તેને સીએમ પદ પર કોને પસંદ કરવાના છે.

તિવારીએ કહ્યું કે ભાજપ અને શિવસેનાના મૂડ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કામ કરવાની પદ્ઘતિને જોતા એ સાચુ છે કે કોઇ અનુભવી રાજનેતા જેમકે ગડકરીને મહારાષ્ટ્રમાં બંને ગઠબંધન સહયોગીઓના હિન્દુત્વ અને વિકાસના એડન્ડાને પૂરો કરવા માટે મોકલામાં આવે. આરએસએસ એ આ અંગે કોઇ જવાબ તો આપ્યો નહીં પરંતુ તેના મુખપત્ર તરૂણ ભારતના સંપાદકીયમાં શિવસેના સાંસદ સંજય રાઉતને 'જુઠ્ઠા, પિશાચ, જોકર અને શેક ચલ્લી'સુદ્ઘા ગણાવી દીધા.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી તસવીર સામે આવવાની સંભાવના વ્યકત થવા લાગી છે. એનસીપીના એક નેતાએ કહ્યું કે પાર્ટી શિવસેનાના નેતૃત્વવાળી સરકારનો હિસ્સો બનવા ઇચ્છુક છે. આ બધું એ વાત પર નિર્ભર કરે છે કે શિવસેના અને ભાજપનું ગઠબંધન બની જાય છે અથવા નહીં. આની પહેલાં ચર્ચા હતી કે ભાજપ-શિવસેનાની સાથે પોતાની ડીલને યથાવત રાખવા માટે એક-બે મંત્રાલયની કુર્બાની આપી શકે છે પરંતુ સીએમ પદ, ગૃહ અને શહેરી મંત્રાલય સેનાને આપશે નહીં.

(3:17 pm IST)