Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સીબીઆઈની મોટી કાર્યવાહી : 7000 કરોડના બેન્ક કૌભાંડ અંગે દેશના 169 શહેરોમાં દરોડા

બેંક કૌભાંડના 35 કેસમાં દેશભરના 169 શહેરોમાં દરોડા

નવી દિલ્હી : બેંક કૌભાંડને લઈને કેન્દ્રીય ઈન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ CBI 7000 કરોડથી વધુના બેંક કૌભાંડના 35 કેસમાં દેશભરના 169 શહેરોમાં દરોડા પાડી રહી છે.

મળતી માહિતી મુજબ 7000 કરોડના બેંક કૌભાંડને લઈને CBIએ આંધ્રપ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, તેલંગાના, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડની સાથે સાથે દાદર અને હવેલીમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યું છે.

(1:27 pm IST)