Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

આંધ્રપ્રદેશ સરકાર નામ બદલવા ઉતાવળી:હવે અબ્દુલ કલામ પુરસ્કારનું નામ બદલ્યું: સોશિયલ મીડિયામાં રોષ

મોટાભાગની યોજનામાં વાય,એસ,આર નામ લગાડી દીધું : હવે ડો,કલામ પુરસ્કાર પણ ,,,,,,,,

હૈદરાબાદ : આંધ્ર પ્રદેશમાં વાય. એસ. જગન મોહન રેડ્ડીની સરકાર બની છે ત્યારથી તે સરકારી યોજનાઓના નામ બદલવાના કામમાં લાગી ગઈ છે. રાજ્યમાં સરકાર બન્યા બાદ તેઓએ એન.ટી.આર. ભરોસાનું નામ બદલીને વાય.એસ.આર. પેન્શન, અન્ના કેન્ટિનને રાજન્ના કેન્ટિન અને મધ્યાહ્ન ભોજન યોજનાનું નામ વાય.એસ.આર અક્ષયપાત્ર કરી દીધું.
  આ કારણે સરકારને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સરકારી બિલ્ડિંગોને પોતાની પાર્ટીના ઝંડાના કલરથી રંગવાના કારણે વિપક્ષી પાર્ટીઓએ સરકારની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે જેના કારણે વિવાદ વધી ગયો છે. જગન મોહન રેડ્ડી સરકારે એ.પી.જે. અબ્દુલ કલામ પ્રતિભા પુરસ્કારનું નામ બદલીને વાય.એસ.આર. (Y.S.R.) વિદ્યા પુરસ્કાર કરી દીધું છે. 2019થી રાજ્ય સરકાર આ નામથી પુરસ્કાર આપશે. આ પુરસ્કાર દર વર્ષે 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ (મૌલાના અબુલ કલામ આઝાદની જયંતી) પ્રસંગે આપવામાં આવે છે.

(1:24 pm IST)