Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાજસ્થાન સરહદે બીએસએફના દસ હજાર જવાનો તૈનાત

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો આદેશ સીમા પાર વધી રહેલી ગતિવિધિઓ સામે સાવચેતીના પગલાઃ ટુંક સમયમાં અમલ

જોધપુર તા. પઃ પાકિસ્તાન સાથે સતત તંગદિલી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીમા સુરક્ષા દળ (બીએઅસએફ) ને ૧૦ વધારાની બટાલીયનો બોર્ડર પર મોકલવાનો આદેશ આપ્યો છે. એક બટાલીયનમાં ૧૦૦૦ સૈનિકો હોય છે આ દસહજાર વધારાા સૈનિકો જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધી આંતરરાષ્ટ્રીય સરહદ પર તહેનાત થશે. આ સાથે જ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદના કેટલાક સ્થળોએ ડ્રોન અને અન્ય ઉપકરણો દ્વારા નજર રાખવામાં આવી રહી છે તેના દ્વારા મળતા ફીડબેકના આધાર પર પણ સીમા પ્રબંધનની કવાયત શરૂ કરવામાં આવી છે સરહદ પર ઘણી જગ્યાએ ઓટોમેટીક ઇલેકટ્રોનીક ડીવાઇસ લગાવાઇ છે તેના મોનિટરીંગ માટે બોર્ડર નજીક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.

લશ્કરએ તૈયબાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે સ્વાતવેલી, પેશાવર, કવેટાના આદિવાસી વિસ્તારોમાં આતંકવાદીઓની ભર્તી શરૂ કરી છે. આઇએસઆઇ અને આતંકવાદી સંગઠન પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) માં કાશ્મીરી જેહાદના નામે કંટ્રોલરૂમ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છે. આતંકવાદી સંગઠન પોતાના સંસાધન અને આતંકવાદીઓને અફઘાનીસ્તાનના આદિવાસી વિસ્તારોમાંથી જમ્મુ-કાશ્મીરમાં શીફટ કરવાની યોજના પર પણ કામ કરી રહ્યા છે.

લશ્કરના મીરપુર અને સિયાલકોટ ખાતેના આતંકવાદી કેમ્પનને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. લશ્કરનો સેકન્ડ ઇન કમાન્ડ અને હાફીઝ સઇલનો પુત્ર તલહા સઇદ આનુ નેતૃત્વ કરી રહ્યોછે સુત્રો અનુસાર, પાક સેના સરહદ પર સૈનિકોની સંખ્યા વધારવાની સાથે આતંકવાદીઓના સમુહને પણ એકઠા કરીરહી છે પાક ગૂપ્તચર એજન્સી આઇએસઆઇ અને બલુચ રેજીમેન્ટે આર્મી બેઝ કેમ્પ પાસે બંકર બનાવવાનું શરૂ કરી દીધું છે. કાશ્મીરમાં ઘુસણખોરી વધારવા પાક સેના સતત ફાયરીંગ કવર આપીને ઘુસણખોરી કરાવવાની કોશિષમાં છે.

(1:04 pm IST)