Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દિલ્હીમાં વાયુસેનાની મદદથી પાણીનો છટકાવ અને કુત્રિમ વરસાદ કરવા ભાજપના ધારાસભ્યે લખ્યો પીએમને પત્ર

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણમાં મંગળવારે થોડી રાહત મળી: કેટલાક વિસ્તારોમાં હજુ હવાનું સ્તર ખરાબ

નવી દિલ્હી : દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણમાં મંગળવારે થોડી રાહત મળી છે  જોકે અહીં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખરાબ સ્તર યથાવત છે. દિલ્હી, ગુડગાંવ, નોઈડા અને ગાજિયાબાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 400ની આસપાસ છે. દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પ્રદૂષક કણ પીએમ 2.5ના સ્તરમાં સોમવારની સરખામણીમાં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો છે.

 ગાજિયાબાદના ભાજપના ધારાસભ્ય નિંદ કિશોર ગુર્જરે વડાપ્રધાન  મોદીને પત્ર લખીને વાયુસેનાની મદદથી પાણીનો છટકાવ અને કુત્રિમ વરસાદ કરવાની અપીલ કરી છે. ઓડ-ઈવન ફોર્મ્યુલા અંતર્ગત આજે રાજધાનીના રોડ પર ઓડ નંબરોની કાર્સ ચાલશે.

   કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ, સવારે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પીએમ 2.5ના સ્તર 500(ગંભીર) અને પીએમ 10નું સ્તર 413(ગંભીર) રહ્યું. સોમવારે પીએમ 2.5નું સ્તર 703 હતું. દિલ્હીમાં સરેરાશ એક્યુઆઈ 370, ગુડગાંવમાં 396, ગાજિયાબાદમાં 392, નોઈડામાં 394 નોંધાયું હતું. અહીં પ્રદૂષણની ખૂબ જ ખરાબ સ્થિતિ છે. જ્યારે સોમવારે આનંદ વિહારમાં એક્યુઆઈ 491 અને આઈટીઓમાં 434 રેકોર્ડ થયો, જે પ્રદૂષણની ગંભીર સ્થિતિ હતી. જ્યારે રવિવારે વિઝિબિલિટી ઘટવાથી દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ-3થી 37 ફલાઈટ્સને જયપુર, અમૃતસર અને લખનઉ ડાયવર્ટ કરવી પડી હતી.

(1:04 pm IST)