Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

૧ ડીસેમ્બરથી વાહનો પર ફાસ્ટટેગ ફરજીયાત

ન લગાવે તો ટોલ ટેક્ષ બમણો લાગશે : ફાસ્ટટેગ સીસ્ટમથી પ્રદૂષણ ર૮ ટકા ઘટશે

નવી દિલ્હી, તા. પ : દિલ્હીમાં પ્રદુષણનું કારણ ખરાબ જ નહી, દિલ્હીની ચારે તરફ આવેા ટોલનાકાઓ પર થતા ટ્રાફીક જામ પણ છે. સરકારે પહેલી ડીસેમ્બરથી નેશનલ હાઇવે પર ફકત ફાસ્ટટેગથી જ ટોલ ચૂકવણીનો નિર્ણય કર્યો છે. નિષ્ણાતો અનુસાર, તેનાથી હવાનું પ્રદૂષણ ર૮ ટકા જેટું ઘટી શકે છે.

પરિવહન ક્ષેત્રના નિષ્ણાંત અનિલ છિકારાએ જણાવ્યું કે ટોલ પ્લાઝા પર થતાં જામના કારણે ર૮ ટકા પ્રદુષણ થાય છે. એક અભ્યાસ અનુસાર દિલ્હી-હાવરા અને દિલ્હી-મુંબઇ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર થતા જામના કારણે વાર્ષિક ૬૦ હજાર કરોડનું ઇંધણ બરાબર થાય છે. દિલ્હીમાં એક ડઝનથી વધારે ટોલનાકા છે.

રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય અનુસાર, ફાસ્ટટેગથી ટોલ પ્લાઝા પર જામની સમસ્યા સમાપ્ત થશે અને વાહોનની સરેરાશ ઝડપમાં ૩૦ ટકાનો વધારો થશે. મુરાદાબાદ-બરેલી એકસપ્રેસ વે કંપનીના પ્રોજેકટ હેડ પ્રવિણ જીંદલે જણાવ્યું કે બધા ટોલનાકા પર ઇલેકટ્રોનિક રોલ કલેકશન સીસ્ટમો લગાવી દેવાઇ છે. એક વાર ફાસ્ટ ટેગ લગાવ્યા પછી તેમાં પ૦૦થી ૧૦ હજાર સુધીનું રીચાર્જ કરાવી શકાશે. તેનો ઉપયોગ રાજયોની બોર્ડર પરની ચેક પોસ્ટ ઉપરાંત પેટ્રોલ ભરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. ફાસ્ટટેગ વગરના વાહનો પાસેથી બમણો ટોલ ટેક્ષ લેવામાં આવશે.

સરકારી આંકડાઓ અનુસાર, ર૦૧૭ સુધીમાં ૧૮ ટકા વાહનોમાં ફાસ્ટટેગ લગાડી દેવાઇ હતી. ર૦૧૮ સુધીમાં પ૦ ટકા અને ર૦૧૯ સુધીમાં ૮૦ ટકા વાહનોમાં ફાસ્ટટેગ લગાડવાનું લક્ષ્ય હતું, પણ ૭૪ ાખ જૂના વ્યવસાયિક વાહનોમાંથી ૩૮ લાખ વાહનોમાં ફાસ્ટ ટેગ લગાવાઇ છે.

(11:35 am IST)