Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મોદી સરકારની આર્થિક નીતિઓ વિરુધ્ધ દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આર્થિક મંદી, બેરોજગારી વિરુધ્ધ હલ્લા બોલ:મોટા નેતાઓ કરશે પત્રકાર પરિષદ: કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યાં : સરકારની નીતિઓનો પર્દાફાશ કરશે

નવી દિલ્હી : કોંગ્રેસ દ્વારા આજથી દેશભરમાં કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસનું આ પ્રદર્શન 5 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ પ્રદર્શનમાં કોંગ્રેસ દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ, બેરોજગારી, કિંમતોમાં થઇ રહેલા વધારા, બેન્કિંગ સિસ્ટમ પર સિસ્ટમ, સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરીની કટોતી, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દાઓને લઇને પ્રદર્શન કરશે. 

  કોંગ્રેસે લોકોને અપીલ કરી છે કે મોટી સંખ્યામાં સરકારની તાનાશાહી નીતિઓ વિરુધ્ધ રોડ પર ઉતરી રહ્યાં છે તેમજ પોતાની નારાજગીને સરકાર સમક્ષ રાખશે. કોંગ્રેસે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની જનવિરોધી આર્થિક નીતિઓના કારણે દેશની જનતામાં નિરાશાનું વાતાવરણ છે.

 પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમાજનો દરેક વર્ગ કોઇ ને કોઇ રીતે સરકારની મુશ્કેલીઓનો શિકાર બની રહ્યો છે, જનતામાં સરકાર વિરુધ્ધ દરેક જગ્યાએ ગુસ્સો જોવા મળી રહ્યો છે.
  કોંગ્રેસે પોતાના કાર્યકર્તા અને નેતાઓને અપીલ કરી છે કે તેઓ રોડ પર ઉતરી લોકો સાથે વાતચીત કરી સરકારની નીતિઓનો પર્દાફાશ કરશે. પ્રદર્શનની તૈયારીઓને લઇને 2 નવેમ્બરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક બેઠક બોલાવી હતી

 . કોંગ્રેસે આ પ્રદર્શન પર નજર રાખવા માટે 31 દિગ્ગજ નેતાઓને નિરીક્ષક બનાવ્યાં છે. આ સિવાય કોંગ્રેસના નેતાઓ દેશના મોટા શહેરોમાં પત્રકાર પરિષદ કરી આર્થિક સુસ્તી, બેરોજગારી, કૃષિ સંકટ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરશે.

(11:09 am IST)