Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

હવે સકંજામાં આવી આતંકી બગદાદીની બહેનઃ સીરીયામાં કન્ટેનરમાં છુપાઇ'તી

તુર્કીની એજન્સીઓ દ્વારા પુછપરછ શરૂ

વોશીંગ્ટન,તા.૫:ISIS આતંકી અબુ બકર અલ બગદાદીના મોત બાદ હવે સુરક્ષા એજન્સીઓની નજર તેના પરિવાર પર છે. જેને અંતર્ગત બગદાદીની બહેનની ઉત્ત્।ર સીરિયાના શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તુર્કીની સેનાએ ઉત્ત્।ર સીરિયાના અઝાઝ શહેરમાંથી બગદાદીની બહેન રશમિયા અવદની ધરપકડ કર્યા હોવાનો દાવો કર્યો છે. બગદાદીની બહેન એક કેન્ટેનરમાં છુપાયી હતી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ તુર્કી સેના દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન બગદાદીની બહેન, તેનો પતિ અને તેની વહૂની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તુર્કીની એજન્સીઓ દ્વારા તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તુર્કીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર રશમિયા અવદની અઝાઝની નજક એક સર્ચ ઓપરેશનની કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે અમને આશા છે કે પૂછપરછ દરમિયાન બગદાદીની બહેન ISIS  ના કામકાજ તેમજ ખાનગી જાણકારીનો ખુલાસો કરશે.

આ અગાઉ ૨૭ ઓકટોબરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ISIS ના આકા સરગના અબુ બકર અલ બગદાદીને એક ઓપરેશનમાં માર્યાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ઇડલિબમાં અમેરિકા ડેલ્ટા ફોર્સના એક ઓપરેશનમાં બગદાદી ઠાર મરાયો છે. ઓપરેશન દરમિયાન બગદાદી એક દ્યરમાં છૂપાયો હતો. જયારે અમેરિકાની સેનાએ તેના પર હુમલો કર્યો ત્યારે તે તેના ત્રણેય બાળકો સાથે સુરંગથી ભાગવા લાગ્યો હતો. અમેરિકાની સેના અને અમેરિકાની આર્મી કુતરાઓએ થોડા સમય માટે તેને દોડાવ્યો અને ત્યાર બાદ ચારે તરફથી દ્યેરાય ગયેલા બગદાદીએ પોતાની જાતેને ઉડાવી દીધી હતી.

(11:48 am IST)