Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કામ ન થતા નારાજ શખ્સે મહિલા મામલતદારને ઓફિસમાં જ જીવતાં સળગાવ્યાં!

પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી

હૈદરાબાદ, તા.પઃ તેલંગાણા રંગારેડ્ડી જિલ્લામાં સોમવારે એક મહિલા મામલતદાતની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી. તેલંગાણા રાજયના રેવેન્યૂ વિભાગની એક મહિલા અધિકારીને તેના કાર્યાલયમાં એક વ્યકિતને જીવતી સળગાવી દીધી. કથિતપણે તે વ્યકિત પોતાના જમીન રેકોર્ડની ત્રુટિઓમાં સુધાર ન થતા અધિકારીથી નારાજ હતો.

પોલીસે કહ્યું કે, અબ્દુલ્લાપુરમેટ તાલુકાના મામલતદાત વિજયા રેડ્ડી પોતાની ઓફિસમાં હતાં, તે જ સમયે હુમલાખોર ત્યાં પહોંચ્યો અને તેમના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. આનાથી મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું અને તેમને બચાવવાના પ્રયાસમાં બે અન્ય કર્મચારીઓ દ્યાયલ થઈ ગયા. તેમાંથી એકની હાલત ગંભીર કહેવાઈ રહી છે.

પોલીસે કહ્યું કે, હુમલાખોરની ઓળખ સુરેશ મુદિરાજૂ તરીકે થઈ છે અને આ ઘટનામાં તે પણ દાઝી ગયો છે અને આઙ્ખફિસની બહાર ભાગી ગયો. દાઝેલા શખસને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે. ઘટનાની જાણકારી બાદ રચકોંડાના પોલીસ આયુકત મહેશ ભાગવત અને વરિષ્ઠ અધિકારી પણ દ્યટનાસ્થળે પહોંચ્યા, જયારબાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું કે, આ ઘટના કચેરીમાં લંચ દરમિયાન બની જયારે ત્યાં વધારે કર્મચારીઓ હાજર નહોતા. સુરેશ એ વાતથી ગુસ્સે હતો કે, આદેશ છતાં અધિકારીઓ તેના જમીન દસ્તાવેજમાં રહેલી ભૂલો સુધારી રહ્યાં નહોતા. આ ઘટનાથી સરકારી અધિકારીઓમાં ભયનો માહોલ બની ગયો છે. તેમણે વિરોધ પ્રદર્શન કર્યું અને સુરક્ષાની માંગણી પર કરી.

(10:07 am IST)