Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કાંદા પછી લસણના ભાવ આસમાને

મુંબઇ, તા.પઃ શાકભાજી અને કાંદાના વધી રહેલા ભાવની સાથે લસણ પણ મોંદ્યું થતાં ગૃહિણીનું ગણિત બગડ્યું છે. હોલસેલ માર્કેટમાં લસણની આવક ઘટતા લસણના દરમાં વધારો થઇ રહ્યો છે. મોટા ભાગની વાનગીઓ કાંદા-લસણને કારણે વધુ સ્વાદિષ્ટ બનતી હોય છે, પરંતુ તેના ભાવ વધવાને કારણે આમઆદમીના ખિસ્સા ઢીલા થઇ રહ્યા છે અને તેઓ આ સ્વાદ તેમના બજેટમાં માણી શકશે નહીં. મુંબઇ, થાણે અને નવી મુંબઇના રિટેલ માર્કેટમાં રૂ. ૬૦ પ્રતિકિલોના ભાવે વેચાતું લસણ હવે ૨૪૦થી ૨૮૦ રૂપિયા કિલો વેચાઇ રહ્યું છે. લસણની આવક મુખ્યત્વે નાશિક, પુણે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી થાય છે. હાલમાં આ ભાગમાં લસણની આવક દ્યટી હોવાથી તેનું પરિણામ મુંબઇમાં જોવા મળી રહ્યું છે. વાશીની એપીએમસી માર્કેટમાં સામાન્યપણે લસણની ૧૦ ગાડીની આવક થતી હતી, પરંતુ હવે તે ઘટીને છથી સાત થઇ જતાં ભાવ વધારો થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

(10:07 am IST)