Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પ૦ ઇંડા ખાવાની શરત મારીઃ ૪૧ ખાધાઃ ૪૨મું ખાતા જ બેભાન થઇ ઢળી પડયો

૧ બોટલ દારૂઃ ૨૦૦૦ રોકડાની લાલચમાં જીવ ગુમાવ્યો

જૌનપુર, તા.પઃ ઉત્તરપ્રદેશના જૌનપુરમાં એક વ્યકિતને ૫૦ ઈંડા ખાવાની શરતના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. મૃતકની ઉંમર ૪૨ વર્ષ છે. જાણવા મળ્યું છે કે એવી શરત લાગી હતી કે ૫૦ ઈંડા ખાવા અને સાથે એક બોટલ દારૂ પીશે તો રૂપિયા ૨,૦૦૦ મળશે. આ વ્યકિતએ ૪૧ ઈંડા ખાઈ લીધા હતા અને ૪૨જ્રાફ્ર ઈંડું ખાતા જ તે બેભાન થઈને ઢળી પડ્યો.

ત્યાંના પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે મૃતક વ્યકિત ટ્રેકટર અને બોલેરો ચલાવવાનું કાર્ય કરતો હતો. તે જયારે તેના એક મિત્ર સાથે ઈંડા ખાવા ગયો તે દરમિયાન આ શરત લગાવવામાં આવી કે કોણ વધારે ઈંડા ખાઈ શકે છે. આ શરતમાં એવું નક્કી થયું હતું કે જે ૫૦ ઈંડા ખાવાની સાથે એક બોટલ દારૂ પી જશે તેને રૂપિયા બે હજાર મળશે.

આ વ્યકિતએ શરત સ્વીકારી અને ઈંડા ખાવાનું શરૂ કર્યું. તેણે કુલ ૪૧ ઈંડા ખાધા અને જેવું ૪૨મું ઈંડું ખાધું કે ત્યાં જ ઢળી પડ્યો. હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન આ વ્યકિતનું મૃત્યુ નીપજયું. પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તેઓને પણ લોકો અને મીડિયા થકી આ ઘટનાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

(10:06 am IST)