Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

Facebook, Instagram, Apple apps પર કિશોરીઓ-મહિલાઓનું વેચાણનો ખુલાસો

એપ્સ દ્વારા યુવતી-મહિલાઓને નોકરાણીના રૂપે વેચવામાં આવતી હતી

કુવૈત, તા.પઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજના આધુનિક સમાજની ઓળખ સમાન બની ગયા છે, પરંતુ આ થકી તેમનો દુરોપયોગ પણ વ્યાપક પ્રમાણમાં થઇ રહ્યો હોવાના ખુલાસા દિન-પ્રતિદિન થતા રહે છે. સોશિયલ મીડિયામાં કરોડો યૂઝર્સ ધરાવતા ફેસબુકની માલિકીવાળી કંપની ઇન્સ્ટાગ્રામની સાથે-સાથે ગૂગલ અને એપ્પલ સ્ટોર પર કેટલીક એવી એપની જાણકારી મળી છે જેના પર ઘરોમાં કામ કરતી મહિલાઓનું ખરીદ-વેચાણ કરવામાં આવી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ એપ્સ પર મહિલાઓને કામવાળીના રુપમાં રજૂ કરવામાં આવતી હતી. એપ્સમાં નાની ઉંમરની યુવતીઓની સાથે મહિલાઓના ખરીદ-વેચાણ માટે નોકરાણી જેવા શબ્દો સાથે હેશટેગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સમગ્ર રેકેટની માહિતી મળતા જ કુવૈત પ્રશાસને તમામ જાહેરાતો હટાવી દેવાનો આદેશ કર્યો હતો. આ સાથે એપ બનાવનાર કંપનીઓ પાસેથી કાયદાકીય બાંયધરી લેવામાં આવી હતી કે, તે હ્યુમન ટ્રાફિકિંગ જેવી પ્રવૃત્ત્િ।ઓમાં સામેલ નથી.

જો કે મામલાની ગંભીરતા જોતા ફેસબુકે સ્પષ્ટતા કરી હતી કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી આ પ્રકારની સામગ્રી-જાહેરાતોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી લેવામાં આવી હતી. આ સિવાય આ પ્રકારના કૃત્યો ફરીથી ન બને તે માટે તેની સાથે જોડાયેલા લોકોને હમેશાં માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ એક મહિલા અલગ-અલગ એપ્સની મદદથી હ્યુમન ટ્રાફિકિંગનો ધંધો ચલાવી રહી હતી. તેણે એક એપ થકી ગીનિયાની એક ૧૬ વર્ષની કિશોરીને વેચવાના પ્રયત્ન કરી રહી હતી. જોકે તે મહિલાની શોધ કરવામાં આવી રહી છે.(૨૩.૫)

(10:08 am IST)