Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દિલ્લીમાં છઠ્ઠ પુજા માટે યમુનાના ઝેરીલા ફીણવાળા પાણીમાં ઉભેલા શ્રધ્‍ધાળુઓ જોવા મળ્‍યા

    દિલ્લીમાં છઠ પુજા દરમ્‍યાન હજારો શ્રધ્‍ધાળુઓએ રવિવારના યમુના નદીના કિનારે ઉગતા સૂરજને અર્ધ્‍ય આપ્‍યો હતો.

     આ દરમ્‍યાન નદીમાં તરતા ઝેરીલા સફેદ ફીણવાળા પાણીમાં ઉભેલા પુરુષો અને મહિલાઓની તસ્‍વીરો વાયરલ થઇ છે.

     થોડી મહિલાઓ ફીણની વચ્‍ચે ઉભી રહીને સેલ્‍ફી લેતા પણ નજરે આવી. દિલ્લી સરકારએ છઠ પુજા માટે ૧૧૦૦ ઘાટ બનાવ્‍યા હતા.

(12:00 am IST)