Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મધ્યપ્રદેશમાં સંબંધો શર્મસાર :પુત્રની ઝંખના રાખનારા પિતાએ સગીર પુત્રીને બંધક બાનવી રેપ કર્યો

પીડિત સગીરાએ પોતાની માતાના ફોન દ્વારા પોલીસને ફોન કરી બોલાવી

 

ભોપાલ : મધ્ય પ્રદેશના ભિંડે જિલ્લામાં એક સગીરાએ પોતાના પિતા પર બંધક બનાવવાનો અને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. જિલ્લાના સિરસૌદા ગામમાં રહેનારી 16 વર્ષીય પીડિત સગીરાનું કહેવું છે કે, મોડી રાતે પિતાએ તેની જોડે દુષ્કર્મ કર્યું હતું  પીડિત સગીરાએ પોતાની માતાના ફોન દ્વારા પોલીસને ફોન કરી બોલાવી.હતી

 આરોપી પિતાને જ્યારે વાતની જાણ થઈ તો તે ભાગી ગયો. તેના પર આરોપ છે કે તેણે પોતાની દીકરીને મારવાની ધમકી પણ આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમને મોડી રાતે ફોન આવેલો. અમે ઘટના સ્થળે પહોંચ્યા તો આરોપી ભાગી ગયો હતો. પીડિત સગીરાને ઘણી ઈજા પણ પહોંચી હતી. બળાત્કારનો કેસ નોંધી દેવામાં આવ્યો છે.

  પીડિત સગીરાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મારા પિતા નાનપણથી કારણ વિના મને મારતા રહેતા, કારણ કે તેમને પુત્રની કામના હતી. મારી માતા મને બચાવવાની સાથે મદદ પણ કરતી. તેને લીધે તે મારી માતાને પણ મારતા. અને પુત્રને જન્મ નહિ આપવા માટે મારી માતાને દોષી ગણતા. પહેલા તો મારા પિતાએ મને રુમમાં બંધ કરી નાખી અને પછી મને મારવા લાગ્યા અને બળાત્કાર કર્યો હતો .

પીડિત સગીરાના નિવેદનને તેની માતાએ પણ સાચુ ઠરાવ્યું. માતાનું કહેવું હતું કે, જ્યારે તે ઘટના બની તો ઘરના અન્ય ભાગમાં હતી. માતા અનુસાર, તેની દીકરીએ પોલીસને ફોન કરવા માટે કહ્યું. હજુ સુધી આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી નથી.

(12:29 am IST)