Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

RCEP કરારમાં નહિ જોડાવવાને અમિતભાઈ શાહે રાષ્ર્ટહિત ગણાવ્યું : કોંગ્રેસે કહ્યું- અમારા દબાણથી નિર્ણંય પાછો ખેંચ્યો

 

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી થાઇલેન્ડના પ્રવાસના ત્રીજા દિવસે 14મા ઇસ્ટ એશિયા શિખર સમ્મેલનમાં સામેલ થયાછે

RCEPમાં ભારતે હસ્તાક્ષર નહીં કરવાનો મામલે ગૃહમંત્રી અમિતભાઈ  શાહે  વડાપ્રધાન મોદીના નિર્ણયને આવકાર્યો છે. ટ્વિટ કરીને PM મોદીના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. અમિતભાઈ  શાહે કહ્યું કે પીએમ મોદીએ દેશના હિતોનું ધ્યાન રાખ્યુ અને કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા . ત્યારે કોંગ્રેસે કહ્યું કે તેમના દબાણમાં  મોદી સરકારે નિર્ણય લેવો પડ્યો છે.

અમિતભાઇ શાહે  ટ્વિટમાં લખ્યું કે, ભારતના આરસીઇપીમાં સામેલ થવાનો નિર્ણય પ્રધાનમંત્રી મોદીના મજબૂત નેતૃત્વ અને તમામ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રીય હિત પસંદ કરવાનો સંકલ્પ દેખાડે છે. જેનાથી ખેડૂતો, સુક્ષ્, લઘ અને મધ્યમ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ સેક્ટર, ફાર્માસ્યુટિકલ, સ્ટીલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને સમર્થન મળશે

બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે, મોદી સરકારે તેમના દબાણમાં આવીને નિર્ણય પરત લીધો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે ભાજપ સરકાર જબરદસ્તી CREP કરાર પર હસ્તાક્ષર કરી દેશના ખેડૂતો, માછીમારો, નાના અને મધ્યમ ઉદ્યોગોના હિતોની બલી આપી રહી હતી. અમિતભાઈ  શાહ પોતાની ખોટી પીઠ થપથપાવી રહી છે. તો તેમણે સનદ રહે કે કોંગ્રેસ વિરોધને લઇને સરકારે નિર્ણય પરત લેવો પડ્યો.

(12:10 am IST)