Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કેન્દ્રીય પ્રધાન કુશવાહાનો નીતિશ પર પ્રહારઃ તમારા ડીએનએ રીપોર્ટમાં શું છે?

પટણા તા.૫: કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રિય લોક સમાજવાદી પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના જ સાથી પક્ષ જનતાદળ યુના રાષ્ટ્રિય પ્રમુખ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર નિશાન તાકતા રવિવારે પુછયું કે તેમનો ડીએનએ રીપોર્ટ શું છે. તેમણે ડીએનએ રીપોર્ટ શું છે અને તે આવ્યો કે નહીં.

કુશવાહાએ ગયા બુધવારે પટણાના રવિન્દ્ર ભવનમાં સરદાર પટેલ જયંતિ નિમિતે આયોજીત એક સમારંભમાં સંબોધન કરતા નીતિશકુમારને મોટાભાઇ ગણાવતા એવો દાવો કર્યો હતો કે અનેડીએમાં આવ્યા પછી તેમની સાથેની એક વ્યકિતગત મુલાકાતમાં તેમણે કહયું હતું કે ૧૫ વર્ષ મુખ્ય પ્રધાન તરીકે રહેવું ઘણું છે, હવે મનને સંતોષ છે.

કુશવાહાઅ આક્ષેપ કર્યો, '' નીતિશકુમારજી મને નીચ કહે છે, હું આ મંચ પરથી મોટાભાઇ નીતિશકુમારને પુછવા માગું છું કે ઉપેન્દર કુશવાહા એટલા માટે નીચ છે કે દલિત, પછાત અને ગરીબ યુવાનોને સુપ્રિમ કોર્ટમાં જજ બનાવવા ઇચ્છે છે. અમે પછાત અને અતિ પછાત વર્ગની વાત અને તેમના હિતની વાત કરીએ છીએ એટલે નીચ છીએ. સામાજીક ન્યાયની વાત કરે, ગરીબોના બાળકોના અભ્યાસ માટે અભિયાન ચલાવે નો ઉપેન્દ્ર કુશવાહા નીચ છે. ઉપેન્દ્ર કુશવાહા જનતા અને સન્માન માટે રાજકારણમાં છે.''

ઉલ્લેખનીય છે કે શનિવારે અહીં એક કાર્યક્રમ દરમ્યાન કુશવાહા દ્વારા તેમના વિષે કરેલી ટિપ્પણી બાબત નીતિશકુમારને પુછતા તેમણે કહયું હતું કે સવાલ જવાબના સ્તરને આટલું નીચે કયાં લઇ જાવ છો.

(4:07 pm IST)