Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ બેડમિન્ટન રમતમા હળવદના ખંજન પટેલે સિલ્વર મેડલ મેળવ્યો

હળવદ:- નેપાળના પોખરા શહેર ખાતે યોજાયેલ છઠ્ઠી ઈન્ટરનેશનલ બેડમિન્ટન રમતમા U-17 કેટેગરીમા હળવદની તક્ષશિલા સ્કુલના પટેલ ખંજન મહેશભાઈએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. ધ એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટસના નેજા હેઠળ રમાયેલ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનની સિંગલ્સ ઇવેન્ટમા ભૂતાન, શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોના ખેલાડીઓને પરાજિત કરી હળવદની તક્ષશિલા સંકુલના પટેલ ખંજને સિલ્વર મેડલ મેળવી હળવદ અને ભારતના તિરંગાનુ નામ રોશન કર્યું હતું.

   નેપાળ દેશના પોખરા ખાતે યોજાયેલ બેડમિન્ટન રમતની U-17 કેટેગરીની ફાઈનલ સ્પર્ધા સુધી પહોંચવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. આવી સિદ્ધિ મેળવવા બદલ તક્ષશિલા સંકુલ દ્વારા હળવદના રાજમાર્ગો પર ડીજે અને તિરંગા સાથે ખંજન પટેલની રેલી કાઢીને સ્વાગત કરાયું હતું. 

  અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડના SAG ના કોચ મિતુલ મિસ્ત્રી, દલસાણિયા કિશન, ડાંગર કૌશિક અને પરેશ વસરના નેતૃત્વમાં પટેલ ખંજને ટ્રેનિંગ લીધી હતી.

   
(1:21 am IST)