Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

દિલ્લીમાં ગાંધીનગરની કાપડ માર્કેટમાં ભીષણ આગ : ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આગ પર કાબુ મેળવવા હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત

નવી દિલ્હી :  દિલ્લીમાં ગાંધીનગરની કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. જેમાં ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમજ હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત છે. જ્યારે  હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

  દિલ્હી ફાયર સર્વિસીસના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર વિસ્તારની ગીચતા અને આસપાસ પાણી ભરવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. હજુ સુધી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

 

દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. દિલ્હી ફાયર હેડક્વાર્ટરને બુધવારે સાંજે લગભગ 6 વાગ્યે આગની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ આગ પર કાબૂ મેળવવા માટે શરૂઆતમાં 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. બાદમાં આગને વિકરાળ બનતી જોઈને વધુ 25 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. અતુલ ગર્ગે કહ્યું, “જ્યાંથી આગ લાગી તે વિસ્તાર ખૂબ જ સાંકડો છે. શેરીઓ પણ નાની છે. આથી આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

(11:39 pm IST)