Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અરુણાચલ પ્રદેશના તવાંગમાં આર્મી ચિતા હેલિકોપ્ટર ક્રેશ : પાયલટનું મોત

નિયમિત ઉડાન દરમિયાન થયું ક્રેશ :ઘટનામાં બંને પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા

નવી દિલ્હી :અરુણાચલ પ્રદેશમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હોવાના અહેવાલ છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. હાલમાં સેનાના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતીય સેનાના અધિકારીઓએ માહિતી આપી છે કે હેલિકોપ્ટર સવારે 10 વાગ્યાની આસપાસ નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં બંને પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં પાયલટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સાથે જ ટીમના અન્ય સભ્યોની સારવાર ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યમાં થયેલા અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તપાસ ચાલુ છે.

  ડિસેમ્બર 2021માં તત્કાલિન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તે દરમિયાન તે ભારતીય વાયુસેનાના સુલુર સ્ટેશનથી કુન્નુરની વેલિંગ્ટનની સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યો હતો. પ્રવાસ દરમિયાન તેમનું Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં તેની પત્ની અને અન્ય 9 લોકો માર્યા ગયા હતા.

 

(7:12 pm IST)