Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ચોકલેટ, બીસ્‍કિટ જેવી વસ્‍તુઓના વેચાણમાં ૧૧ ટકાનો ઘટાડો

નબળી ગ્રામ્‍ય માંગના કારણે સપ્‍ટેમ્‍બરમાં એફએમસીજીનું વેચાણ ઘટયુ:ઘરેલુ ચીજોમાં ૮ ટકા, પેકેજ ફુડમાં ૬.૭ ટકા અને ઠંડા પીણામાં ૬.૩ ટકાનો ઘટાડો

મુંબઇ, તા.૬: દેશના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફાસ્‍ટ મુવીંગ કન્‍ઝયુમર ગુડસ (એફએમસીજી)ની માંગમાં ઓગષ્‍ટની સરખામણીએ સપ્‍ટેમ્‍બરમાં ઘટાડો થયો છે. ગયા મહિનાની સરખામણીમાં સપ્‍ટેમ્‍બરમાં એફએમસીજીનું વેચાણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૧૪.૩ ટકા જેટલુ ઘટયું છે જયારે અર્બન વિસ્‍તારોમાં તે ૧.૧ ટકા વધ્‍યુ છે.ઓગષ્‍ટની સરખામણીમાં સપ્‍ટેમ્‍બરમાં એફએમસીજીનું સફળ વેચાણ ૯.૬ ટકા ઘટયુ છે એવું રીટેઇલ ઇન્‍ટેલીજના પ્‍લેટફોર્મ બીઝોમના આંકડાઓમાં કહેવાયુ છે. બીઝોમ અનુસાર, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એફએમસીજી વેચાણ ૬૫ થી ૭૦ ટકા રહ્યુ છે. આનુ કારણ અમુક વિસ્‍તારોમાં ભારે વરસાદ અને ઘણી જગ્‍યાએ ઘરવખરીને નુકશાન તથા આવકમાં ઘટાડો છે.

કેટેગરીવાઇઝ વાત કરવામાં આવે તો કોમોડીટી ઉત્‍પાદનો (ઘઉં, ચોખા, ખાદ્યતેલ વગેરે)ના વેચાણમાં સૌથી  વધારે ૧૪.પ ટકાનો ઘટાડો થયો છે. ત્‍યારપછી હોમકેર ઉત્‍પાદનો આવે છે જેમાં ૮.૫ ટકાનો ઘટાડો થયો છે. તો કનફેકશનરી આઇટમોમાં ૧૧ ટકા જયારે ઠંડા પીણાઓના વેચાણમાં ૬.૩ ટકાનો ઘટાડો થયો છે. પર્સનલ કેરની ચીજો એકમાત્ર અપવાદ છે જેનું વેચાણ ગયા મહિના જેટલુ જ રહ્યુ હતું.

(4:02 pm IST)