Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

નાસિકના સુપ્રસિદ્ધ સપ્તશ્રૃંગી મંદિરમાં પશુ બલિદાન માટેની સરકારની મંજૂરીને પડકાર : બોમ્બે હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો : ધાર્મિક વિધિ થવાના એક દિવસ પહેલા જ કોર્ટનો સંપર્ક કરવા બદલ વકીલને ઠપકો આપ્યો

મુંબઈ : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પ્રસિદ્ધ સપ્તશ્રૃંગી મંદિરમાં પશુ બલિદાન માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીને પડકારતી અરજીમાં બોમ્બે હાઈકોર્ટે મંગળવારે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

શું દશેરાના એક દિવસ પહેલા કોર્ટમાં આવવાની આ રીત છે? ન્યાયમૂર્તિ પી.બી. વરાલે અને એનઆર બોરકરની બેન્ચે ધાર્મિક વિધિ થવાના એક દિવસ પહેલા જ કોર્ટનો સંપર્ક કરવા માટે વકીલને ઠપકો આપ્યો હતો.

હજારો ભક્તો હાજરી આપશે, સત્તાવાળાઓએ કાયદો અને વ્યવસ્થા માટે વ્યવસ્થા ગોઠવી છે, તેવી કોર્ટે ટિપ્પણી કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)