Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગરને ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં પુરસ્કાર અપાય છે : એન્ટેન્ગ્લ્ડ ફોટોન સાથેના પ્રયોગો માટે, બેલ ઇનઇક્વાલિટીઝ અને અગ્રણી ક્વોન્ટમ માહિતી વિજ્ઞાનની સ્થાપના માટે તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો

વોશિંગ્ટન, તા.૧૦ : ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે આ દુનિયાનો સૌથી મહત્વનો માનવમાં આવતો પુરસ્કાર  સંયુક્ત રીતે એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગર દ્વારા જીતવામાં આવ્યો હતો.  એન્ટેન્ગ્લ્ડ ફોટોન સાથેના પ્રયોગો માટે, બેલ ઇનઇક્વાલિટીઝ અને અગ્રણી ક્વોન્ટમ માહિતી વિજ્ઞાનની સ્થાપના માટે તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આ વર્ષે મેડિસિનનું નોબલ પ્રાઇઝની જાહેરાત પણ અગાઉ થઈ ગઈ છે. આ વખતે સ્વીડનનાં વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબલ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેમણે હોમોનીન અને માનવ વિકાસનાં જીન સાથે સંબંધિત શોધોનાં કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે. પાબો અને તેમના પરિવાર પુરસ્કારની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરી પેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તેમણે ડાયનમાઈટની શોધ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે એક સ્વીડિશ વૈજ્ઞાનિક જ મેડિસિનનું નોબલ પ્રાઇઝ જીત્યા છે.

આ પુરસ્કારની શરૃઆત નોબેલ ફાઉન્ડેશન તરફથી ૧૯૦૧માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તે લોકોને સન્માનિત કરવામાં આવે છે જેમણે ગત વર્ષ દરમિયાન માનવ જાતિને સૌથી મોટો ફાયદો પહોંચાડ્યો હોય. આ પુરસ્કાર શાંતિ, સાહિત્ય, ભૌતિક, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તેમાં વિજેતાને એક મેડલ, એક ડિપ્લોમાં અને મોનેટરી એવોર્ડ આપવામાં આવે છે.

નોબેલ પુરસ્કારોની જાહેરાત શરૃ થઈ ગઈ છે. આ ક્રમમાં, મંગળવારે (૪ ઓક્ટોબર) ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ૨૦૨૨ માટે ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગરને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

(12:00 am IST)