Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઇરાકમાં વણથંભી હિંસાઃ મૃત્યુઆંક કુદકેને ભુસકે વધી રહયો છેઃ ૬૫ના મોતઃ અઢી હજારથી વધુ ઘાયલ

સરકાર વિરોધી પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ સતત ચાલુ

મોસ્કોઃ ઈરાકમાં આર્થિક સુધારા અને ભ્રષ્ટાચાર ખતમ કરવાની માંગ અંગે બગદાદ, નાસિરયાહ, દિવાનિયાહ અને બસરામાં  હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. જેમાં મૃતકોની સંખ્યા વધીને ૬૫ થઈ ગઈ છે. ૨૫૦૦થી વધારે લોકો દ્યાયલ થયા છે. ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.

 બગદાદમાં પ્રદર્શનકારીઓના હાથમાં IS વિરુદ્ઘ લડનારા લેફ્ટિનેન્ટ જનરલ અબ્દુલ વહાબ અલ-સાદી સહિત દેશના અન્ય યોદ્ઘાઓના ફોટોઝ પણ હતા. જો કે, વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર સુરક્ષાબળોએ પાણી અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. જેનાથી હિંસા ભડકી ઉઠી અને ત્યાંની પરિસ્થિતી તનાવપૂર્ણ બની ગઈ છે.

(3:54 pm IST)