Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કાશ્મીર પર બયાનબાજી બંધ કરે તુર્કી અને મલેશિયા

ભારતના વિદેશ મંત્રાલયની સ્પષ્ટ વાતઃ કાશ્મીર ભારતની આંતરીક બાબત છે

નવી દિલ્હી,તા.૫: ભારતે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં તુર્કી અને મલેશીયા દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર અફસોસ વ્યકત કરતા કહ્યું છે કે આ દેશોએ આવા બયાનોથી દુર રહેવું જોઇએ બંન્ને દેશોને મૈત્રી સંબંધોની યાદ અપાવતા ભારતે કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છેે

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે તુર્કી વારંવાર ભારતના આંતરિક મામલામાં દખલદાજી કરતા ખોટી બયાનબાજી કરી રહ્યું છે. એ બીન જરૂરી અને એક તરફી બયાન છે. તુર્કીએ આખા મામલાની જમીની  જાણ્યા પછી બયાન આપવું જોઇએ.

પ્રવકતા કહ્યું કે મલેશીયા સાથે પણ ભારતના મૈત્રી સંબંધો છે. મલેશીયાનું બયાન આશ્ચર્ય જનક અને અફસોસ પ્રદ છે. કાશ્મીર અંગેની વસ્તુ સ્થિતિ બાબતના બધા તથ્યો વડાપ્રધાન નરેન્દ્રમોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સ્પષ્ટતા પુર્વક મુકી ચુકયા છે. તથ્યોને ધ્યાનમાં રાખવા જોઇએ અને આ પ્રકારની બયાનબાજીથી બચવું જોઇએ.

રવીશ કુમારે કહ્યું કે ભારત ફરીથી એક વાર આખા વિશ્વ સમુદાયને કહેવા માંગે છે કે જમ્મુ કાશ્મીરે બીજા દેશી રજવાડાથી સાથે ભારતમાં વિલયનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આક્રમણ કરીને તેના એક ભાગ પર કબજો જમાવ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં હાલનો ઘટના ક્રમએ સંપૂર્ણ પણે ભારતની આંતરીક બાબત છે.

ઉલ્લેખનીય છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઇરદુગાન અને મલેશીયાના વડાપ્રધાન મહાવીર મોહમ્મદે સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૧૭૪માં અધિવેશનમાં પોતાના સંબોધન દરમ્યાન કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. મહાવીર મોહમ્મદે ખોટું બયાન આપતા કહયું હતું કે કાશ્મીર પર ભારતે હુમલો કરીને કબજો જમાવ્યો હતો.

(3:30 pm IST)