Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઇમરાન ખાનને હવે લાગ્યો ડર

ભારતને હવે સર્જિકલ સ્ટ્રાઇકની તક નહિ આપીએ

ઈસ્લામાબાદ, તા.પઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને લઈને ફરીથી એકવાર ઝેર ઓકયુ છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયાને ૬૦ દિવસ પૂરા થવા પર ટ્વીટ કરતા કહ્યું કે કાશ્મીરીઓના સંઘર્ષને ઈસ્લામિક આતંકવાદ નામ અપાઈ રહ્યું છે.

ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે 'જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરીઓને ૨ મહિનાથી વધુ સમય સુધી કરફયુમાં જોઈને આઝાદ કાશ્મીરના લોકોનો ગુસ્સો હું સમજી શકુ છું. પરંતુ જો કોઈ પણ એલઓસી પાર કરશે તો કાશ્મીરી સંઘર્ષમાં માનવીય મદદ કરશે તો તે ભારતના નેરેટિવમાં ગૂંચવાઈ જશે.' ઈમરાન કાને કહ્યું કે આ નેરેટિવ કાશ્મીરીઓા સંઘર્ષથી ધ્યાન હટાવી રહ્યું છે અને કાશ્મીરીઓના સંદ્યર્ષને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ઈસ્લામિક આતંકવાદ ગણાવવામાં આવી રહ્યું છે.

અત્રે જણાવવાનું કે હાલમાં જ યુએનજીએમાં પણ ઈમરાન ખાને પોતાના ભાષણનો મોટો ભાગ જમ્મુ અને કાશ્મીરને લઈને ભારત પર નિશાન સાધવામાં વાપર્યો હતો જેની ખુબ ટીકા પણ થઈ. પોતાના દેશની સમસ્યાઓને નજરઅંદાજ કરતા ઈમરાન ખાને પોતાનું સંપૂર્ણ ધ્યાન કાશ્મીર પર રાખ્યું હતું. તેમણે ચેતવણી આપતા કહ્યું કે ભારતના જમ્મુ અને કાશ્મીરમાંથી જયારે કરફયુ હટશે તો ત્યાં લોહીની નદીઓ વહેશે. ત્યારે શું થશે તેના વિશે કોઈએ વિચાર્યું છે.

(3:29 pm IST)