Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કેન્સર અને હાર્ટ એટેકથી બચવા પાલક અને સોયા - મેથી ખાવ

કૃષિ વૈજ્ઞાનિકો જીન બદલીને પોષક તત્વો વધારશે : શાકભાજીના જીનમાં કરાશે ફેરફાર

કાનપુર,તા.૫: લીલા શાકભાજીમાં ભરપુર પોષકતત્વો હોય છે જે આરોગ્ય માટે ફાયદારૂપ હોય છે પણ હવે નવા જમાનાની શાકભાજીઓ તમને ખતરનાક બિમારીઓથી પણ બચાવશે કૃષિ વૈજ્ઞાનીકો આ દિશામાં કામ કરી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સીટીમાં પાલક અને સોયામાંથી નવા પ્રકારની ખેતી શોધી કઢાઇ છે. તેનાથી ઉત્પન્ન થનાર નવી પ્રજાતિની પાલક અને સોયા મેથી તમને કેન્સર અને હાર્ટએટેકથી બચાવશે.

ઠંડીને સીઝન આવી રહી છે. અને આ ઋતુમાં પાલક અને સોયામેથીનો ઉપયોગ વધારે થાય છે એટલે વૈજ્ઞાનિકો જૈવિક પધ્ધતિથી પાલક અને સોયા મેથી ઉગાડશે. તેમના દાવો છે કે આ ટેકનીકથી ઉગાડેલ પાલક અને સોયામેથીમાં ૨૧ ગણા વધારે પોષકતત્વ હશે. પાલકમાંથી મળતું કેલ્શીયમ બાળકો, વૃધ્ધો અને ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી મહિલાઓ માટે બહુ ફાયદાકારક છે. પાલકમાં રહેલ ફલેવોનોઇડસ એન્ટી ઓકસીડન્ટનું કામ કરે છે. આ તત્વ રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરવા ઉપરાંત હ્રદય અંગેની બિમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.

શાકભાજીના જીનમાં થશે ફેરફાર

સીએસએ કાનપુર કૃષિ વૈજ્ઞાનિકો શાકભાજીના જીન બદલવાની તૈયારીમાં છે. તેનાથી શાકભાજીની વેરાયટીઓમાં સુધારો થશેે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ધીમે ધીમે માટીની કવોલીટી અને ઉપજાઉક્ષમતા ઘટી રહી છે.જેની અસરથી શાકભાજીઓની ગુણવતા ખરાબ થઇ રહી છે. જેની અસરથી શાકભાજીઓની ગુણવતા ખરાબ થઇ રહી છે. અને તેના પોષક તત્વો ઘટતા જાય છે. આ બાબતે ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરાઇ રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકોઓ અત્યાર સુધીમાં ૫૭ નવી પ્રજાતિઓ વિકસાવી છે. જે શાકભાજીઓનો ઉપયોગ વધારે થાય છે. તેમાં પોષકતત્વો વધારવાની દિશામાં કામ કરવામાં આવશે. જેના પહેલા તબક્કામાં મટર, ટમેટાં , રિંગણ અને પાલકની સીલકેટ કરાયા છે. વધારે જોર ટમેટા પર છે કેમ કે તેનો ઉપયોગ શાક ઉપરાંત સૂપ અને ચટણી બનાવવામાં પણ થાય છે. તેમાં વીટામીન -સી, લાઇકોપીન અને અન્ય વિટામીનો હોય છે.

(3:26 pm IST)