Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ગાંધી જયંતિના નાટકમાં ગોડસેને પહેરાવાયો સંઘનો ડ્રેસ

હિન્દુ સેવા પરિષદ સંગઠને શાળા પ્રશાસન સામે કરી પોલિસ ફરિયાદ

નવી દિલ્હી, તા.૫: મધ્યપ્રદેશમાં એક શાળાના નાટકમાં નાથુરામ ગોડસેને આરએસએસના ડ્રેસમાં દર્શાવવાનો મામલો પોલીસમાં પહોંચ્યો છે. હિન્દુ સેવા પરિષદ સંગઠનના સભ્યોએ આ બાબતે પોલીસમાં ફરીયાદ કરી છે. જબલપુરમાં સ્મોલ વન્ડર સ્કૂલમાં ગાંધી જયંતિ (૨ ઓકટોબર) નીમીતે બાળકોએ એક નાટક ભજવ્યું હતું. જેમાં ગાંધીજીનું જીવન બતાવાયું હતું, સાથે જ તેમની હત્યાનું દ્રશ્ય પણ દખાડાયું હતું. જેમાં એક બાળક ગોડસે બનીને ગાંધીની વેશભૂષામાં ઉભેલા બાળકને ગોળી મારતો દર્શાવાયો હતો. શાળાનાં નાટકમાં ગોડસેને આરએસએસના સભ્ય જેવો દેખાડવા બાબતે ઘણા સંગઠનોએ વાંધો દર્શાવ્યો છે. આને લઇને ગઇકાલે હિન્દુ સેવા પરિષદ સંગઠનના સભ્યો લોર્ડગંજ પોલિસ સ્ટેશને પહોંચ્યા અને આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી સંગઠને સ્મોલ વન્ડર સ્કૂલના પ્રશાસન વિરૂધ્ધ કાર્યવાહીની માંગણી કરી છે.

(3:26 pm IST)