Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ભારતીય મૂળના અમેરિકન સાંસદ દ્વારા ગાંધીજીની જયંતીની ઉજવણી કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન : હિંદૂ સ્વયંસેવક સંઘ સામે લગાવ્યા આરોપ

સાંસદ ખન્નાએ કહ્યું હતું કે તેઓ કદી કટ્ટરપંથી અથવા સફેદ રાષ્ટ્રવાદ અને કોમવાદની સામે નમશે નહીં

અમેરિકન સાંસદ રો ખન્નાની તરફથી મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવવા માટે આ સપ્તાહે આયોજીત એક બેઠકમાં થયેલાં વિરોધ પ્રદર્શનની પાછળ કાર્યક્રમના આયોજકોએ હિંદૂ સ્વયંસેવક સંઘને જવાબદાર ગણાવ્યા છે.

  એક આયોજકે જણાવ્યુકે, આ કાર્યક્રમમાં ભારતીય-અમેરિકન સમુદાયનાં 300થી વધારે સદસ્યો સામેલ થયા હતા. તેમણે આ વાત પર જોર આપ્યુ હતુકે, ખન્નાને સમુદાયનું સારુ સમર્થન પ્રાપ્ત થયુ છે. ઓળખ સામે ન કરવાની શરતે આયોજકે આરોપ લગાવ્યો કે, HSS પ્રદર્શનકારીઓનાં એક નાના ગ્રુપે અમેરિકાનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેન પર યૂક્રેનમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવનારા પત્રિકાઓનું વિતરણ કર્યુ હતુ.

   અત્રે ઉલ્લેખનીય છે કે, બાઈડેન 2020 ની યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના પ્રબળ દાવેદાર છે. આયોજકે આરોપ લગાવ્યો હતો કે ઘણા વિરોધીઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક હતા. જ્યારે સિલિકોન વેલીથી બે વખતના સાંસદ ખન્નાએ કહ્યું હતું કે તેઓ કદી કટ્ટરપંથી અથવા સફેદ રાષ્ટ્રવાદ અને કોમવાદની સામે નમશે નહીં અને હંમેશાં બહુમતીવાદની હિમાયત કરશે, ત્યારે મીટીંગમાં ઉપસ્થિત દરેક લોકોએ ઉભા રહીને તેમને તાલીઓથી બિરદાવ્યા હતા. ખન્નાના દાદા ગાંધીવાદી હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત IIT ખડગપુરની પૂર્વ વિદ્યાર્થી ચિન્મય રોયે જણાવ્યું હતું કે તેમણે કાર્યક્રમમાં જોડાતા પહેલા વિરોધીઓ સાથે વાત કરી હતી.

  ચિન્મયે કહ્યું, 'મેં ગ્રુપ સાથે વાત કરી હતી. મેં તેની સાથે ખૂબ સારી ચર્ચા કરી હતી. તેમાંના મોટા ભાગના એચએસએસના સભ્યો હતા. 'તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ઘણા પ્રદર્શનકારીઓને આ મુદ્દા વિશે જાણ ન હતી. રોયે કહ્યું, 'અડધાથી વધુ લોકો રોની ટ્વીટ સમજી શક્યા નહીં. મેં તેમને અપીલ કરી કે તે ફરીથી ટ્વીટ વાંચે. 'તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, સાંસદના ટ્વીટ, જેનાથી મોટાભાગના લોકોને નિરાશ થઈ રહ્યા છે, તે હિન્દુત્વની વિરુદ્ધ નથી. વિરોધીઓએ એક નિવેદનમાં આક્ષેપ કર્યો છે કે ખન્નાના ટ્વીટ્સ ગાંધી વિરોધી કાર્યકરો અમર શેરગિલ અને પીટર ફ્રેડરિકને પ્રોત્સાહન આપતું જણાઈ રહ્યું છે.

(1:39 pm IST)