Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સોનાના ઘરેણાંમાં હોલમાર્કિંગ ફરજિયાતને કેન્દ્રની મંજૂરી : WTO માં ટેક્નિકલી સમસ્યામાં અટવાયો

સોનાંની જ્વેલરી ખરીદવાના નિયમને બદલવાની તૈયારી

 

નવી દિલ્હી : સરકારે સોનાંની જ્વેલરી ખરીદવાના નિયમને બદલવાની તૈયારી કરી લીધી છે. જેની જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર મોટી અસર પડવાની છે.  સરકારનાં આ નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થવાનો છે.

કન્ઝ્યુમર અફેર્સના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, વાણિજ્ય મંત્રાલયે સોનાની જ્વેલરી માટે BIS હોલમાર્કિંગને અનિવાર્ય બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે તેને વિશ્વ વ્યાપાર સંગઠનને સૂચિત કર્યા બાદ જ લાગુ કરી શકાય છે. વાણિજ્ય વિભાગે 1 ઓક્ટોબરે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પણ WTOમાં થોડી ટેક્નિકલ સમસ્યા છે. જેને ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.

હાલ દેશભરમાં ફક્ત 40 ટકા ઘરેણાંનું હોલમાર્કિંગ કરવામાં આવે છે. ભારત દર વર્ષે 800 ટન જેટલું સોનું આયાત કરે છે. અને હોલમાર્ક અનિવાર્ય બનાવાતાં ગ્રાહકોને મોટો ફાયદો થશે હોલમાર્કિંગ માટે સોનાંના વેપારીઓને જરૂરી લાયસન્સ પણ લેવું પડશે.

(12:24 pm IST)