Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પૈસા બાબતે ડખ્ખો થયો હતો

હૈદ્રાબાદઃ ઇસરોન વૈજ્ઞાનિક સુરેશ કુમારની હત્યા ગે સેકસ પાર્ટનરે કરી હોવાનું ખુલ્યુ

હૈદ્રાબાદ તા. પ :.. ઇસરોના વૈજ્ઞાનિક એસ-સુરેશ કુમારની હત્યામાં પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરી છે જેની ઓળખ ૩૯ વર્ષીય જનગામા શ્રીનિવાસ તરીકે થઇ છે તે એક લેબ ટેકનીશીયન છે.

પોલીસનું કહેવું છે કે આરોપી શ્રીનિવાસે પૈસા માટે સુરેશની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપી શ્રીનિવાસ વૈજ્ઞાનિક સુરેશ કુમારનો ગે સેકસ પાર્ટનર હતાં. તે સુરેશકુમાર પાસે સેકસના બદલામાાં પૈસાની માંગ કરતો હતો. ૩૦ સપ્ટેમ્બરે આરોપી શ્રીનિવાસ ચાકુ સાથે સુરેશ કુમારના ઘરે પહોંચ્યો હતો. તે પછી તેણે સુરેશ કુમાર સાથે શારીરિક સંબંધ બાંદયા હતા અને પાછા પૈસા માંગ્યા હતાં. પછી વિવાદ થયો ને બાદમાં આરોપીએ સુરેશકુમારને છરી મારી હતી. અને તેમનું મોત થયું હતું. સુરેશ કુમાર ર૦ વર્ષથી હૈદ્રાબાદમાં રહે છે અને પત્ની પણ હાલ ચેન્નાઇમાં છેે.

(11:39 am IST)