Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

૪ મહિનાની બાળકીની બન્ને કિડનીમાંથી ત્રણ-ત્રણ પથરીઓ કાઢવામાં આવી

હૈદ્રાબાદ તા ૫  : સામાન્ય રીતે બાળકોમાં પથરીની સમસ્યા ભાગ્યેજ થાય છે, એમાંય નવજાત શિશુઓમાં કિડની સ્ટોનની તકલીફ બહુ જુજ જોવા મળે. હૈદ્રાબાદમાં ડોકટરોએ જસ્ટ ચાર મહિનાના બાળકની કિડનીમાં આઠ અને નવ મિલીમીટરની કુલ છ પથરીઓ હતી. આટલી નાની વયે બાળકને પથરીને કારણે પેટમાં દુખાવો અને યુરિન પાસ કરવામાં તકલીય પડતી હતી. જયારે બાળકે સાવ જ પેશાબ કરવાનું બંધ કરી દીધું ત્યારે ડોકટરોને કંઇક ગંભીર ગરબડ હોવાની શંકા ગઇ હતી, અને તેમણે અલ્ટ્રાસાઉન્ડ રીપોર્ટ કરતાં બન્ને કિડનીમાં ત્રણ-ત્રણ પથરીઓ હોવાનું જાણ્યું હતું. આ સ્ટોન્સ કાઢવા માટે હૈદરાબાદના ડોકટરો દ્વારા રેટ્રોગ્રેડ ઇન્ટ્રારીનલ એન્ડોસ્કોપિક સર્જરી કરવામાં આવી હતી. દુનિયામાં પહેલી વાર આટલી નાની વયના દરદી પર આવી સર્જરી થઇ. જે પદ્ધતિથી સર્જરી થઇ એ ચીન અને અમેરિકામાં થઇ શકે છે, જોકે ત્યાં પણ માત્ર ચારમહિનાની બાળકી પર કદી સર્જરી નથી થઇ. આસર્જરીમાં કોઇ પ્રકારની વાઢકાપ થતી નથી. યુરેટરના માધ્યમથી ખાસ નળી કીડની સુધી પહોંચાડવામાં આવે છે અને હેલ્મિયમ લેસર ડિવાઇસની મદદથી સ્ટોનને તોડીને નાની કેપ્સ્યુલમાં સ્ટોર કરીને કાઢી લેવામાં આવે છે. આ સર્જરી માટે  ડોકટરોને લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.

(11:35 am IST)