Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

હાય રે મંદી... અશોક લેલેન્ડમાં શટડાઉન

કંપની ૨ થી ૧૫ દિવસ સુધી કારનું પ્રોડકશન નહિ કરે

નવી દિલ્હી, તા.૫: દેશની ટોચની કોમર્શીયલ વાહન મેન્યુ.કંપની અશોક લેલેન્ડે જણાવ્યું છે કે અમે અમારા વિવિધ કારખાનાઓમાં પ્રોડકશન સાથે જોડાયેલ કામકાજને આ મહિને વધુમાં વધુ ૧૫ દિવસ બંધ રાખશુ. કંપનીનું કહેવું છે કે, અમે અમારી પ્રોડકટને બજારની ડીમાન્ડ સાથે એડજસ્ટ કરવા માટે આ પગલુ લીધું છે.

હિન્દુજા ગૃપની આ કંપનીએ જણાવ્યું છે કે અમારી પ્રોડકટને વેચાણ યોગ્ય બનાવવા માટે વિવિધ સ્થળે કંપનીના કારખાનાઓમાં ઓકટોબર મહિનામાં ર થી ૧૫ દિવસ પ્રોડકશન બંધ રખાશે.

અત્ર એ નોંધનીય છે કે ઓટો સેકટરમાં મંદીને કારણે અનેક કંપનીમાં પ્રોડકશન ઘટાડવા માટે મજબુર બની છે.

ગયા મહિને કંપનીએ મધ્યમ અને હેવી કોર્મ-વ્હીકલના વેચાણ પરપડી છે-ગયા મહિને આ સેગમેન્ટમાં ૪૦૩૫ ગાડી વેચી હતી. તો ગયા વર્ષે સપ્ટે.માં ૧૩૦૫૬ ગાડી વેચાઇ હતી. આ સેગમેન્ટમાં ૬૯ ટકા વેચાણ ઘટયું છે.

(11:31 am IST)