Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

આજે શેખ હસીના સાથે મુલાકાત કરશે મોદી

નવી દિલ્હી, તા.પઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે, ત્યારે આજે સાંજે તેઓ પીએમ મોદીને મળશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા થશે.

આ ઉપરાંત પરિવહન, સંપર્ક, ક્ષમતાવર્ધન અને સંસ્કૃતિના ક્ષેત્રે છ-સાત સમજૂતીઓ પણ થઈ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યું કે વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે મળીને શનિવારે ત્રણ પ્રોજેકટનું ઉદઘાટન પણ કરશે. જો કે તેઓએ આ સંબંધે વિસ્તૃત જાણકારી નથી આપવામાં આવી.

બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં વેપાર, સંપર્ક, વિકાસમાં સહયોગ, લોકો વચ્ચે અંદરોઅંદરનો સંપર્ક, સંસ્કૃતિ અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. જો કે વિદેશ મંત્રાલયના પ્રવકતાએ એનઆરસી મુદ્દે કંઈ કહ્યું ન હતું અને આ મુદ્દો હાલ કોર્ટમાં છે તેમ જણાવ્યું હતું.

(11:30 am IST)