Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અભિનેતા સચિનના ૧૦ એવોર્ડ ભંગારમાં વેચ્યાઃ નોકરની ધરપકડ

મુંબઈ, તા.પઃ  અનેક હિન્દી-મરાઠી ફિલ્મોમાં અભિનય કરનારા સચિન પિળગાવકરને મળેલા ૧૦ એવાોર્ડ્સ કથિત રીતે ચોરી ભંગારમાં વેચી દેવાના આરોપસર તેના નોકરની ધરપકડ કરવામાં આવી હતી.

સાંતાક્રુઝ પોલીસે ફરિયાદને આધારે છેલ્લાં ૧૫ વર્ષથી તેની ઓફિસમાં કામ કરનારા અમૃત સોલંકી (૩૭)ની ધરપકડ કરી હતી. સચિનને સૌથી વધુ આંચકો તો એ જાણીને લાગ્યો કે આ અવોર્ડ્સ માત્ર ૩૦૦-૩૦૦ રૂપિયામાં ભંગારવાળાને વેચી દેવામાં આવ્યા હતા, એવું સૂત્રોનું કહેવું છે.

મળતી માહિતી અનુસાર ઘટના ગુરુવારે પ્રકાશમાં આવી હતી. જૂહુ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાંની ઓફિસનું રિનોવેશનનું કામ કયાં સુધી પહોંચ્યું તે જોવા અભિનેતા પહોંચ્યો ત્યારે કેટલાક એવોર્ડ્સ ગુમ હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. આ પ્રકરણે અભિનેતાએ તેના મેનેજર મારફત પોલીસને જાણ કરી હતી.

(10:54 am IST)