Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

બેનેલી ઈન્ડિયાનું Leoncino ૨૫૦ બાઈક ભારતમાં લોન્ચ

નવી દિલ્હી, તા.પઃ બેનેલી ઈન્ડિયાએ પોતાના લિયોનસિનો ૨૫૦ બાઈકને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આની શરુઆતી કીંમત ૨.૫ લાખ રુપિયા (એકસ શોરુમ, મુંબઈ) છે. કંપનીએ બાઈકનું બુકિંગ શરુ કરી દીધું છે. આને માત્ર ૬,૦૦૦ રુપિયામાં બુક કરાવી શકાય છે. બાઈકની ડિલીવરી ન થવા પર બુકિંગ અમાઉન્ટને પાછી કરી દેવામાં આવશે. આ બાઈક ચાર કલર વેરિએન્ટમાં આવે છે. જેમાં રેડ, વ્હાઈટ, બ્રાઉન અને ગ્રે કલરનો સમાવેશ થાય છે. 

Leoncino ૨૫૦ માં લિકિવડ કૂલ્ડ ૨૪૯CC સિંગલ-સિલિન્ડર, ફોર-સ્ટ્રોક એન્જિન મળશે, જે ૯,૨૫૦rpm પર ૨૫bhp નો પાવર અને ૮,૦૦૦ rpm પર ૨૧NM નો ટોર્ક જનરેટ કરશે. બાઈક ૬-સ્પીડ ગિયરબોકસ સાથે આવશે. આમાં 41mm ના upside-down fork અને swinging arm સાથે સેન્ટ્રલ મોનોશોક આપવામાં આવ્યા છે. બાઈકના ફ્રન્ટ અને રિયર વ્હીલમાં ડિસ્ક બ્રેકનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. ફીચર્સ(૨૩.૩)

રાઉન્ડ હેડલેમ્પ

સિંગલ-પીસ હેંડલબાર

રાઉન્ડેડ ફયૂઅલ ટેંક

લોંગ સ્વીપિંગ ટેલ

૧૭ ઈંચના એલોય વ્હીલ્સ

ફૂલ ડિજિટલ ઈન્સ્ટૂમેન્ટ કન્સોલ

 

(10:14 am IST)