Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પાકિસ્તાનમાં સ્ટાઇલિશ રીતે દાઢી કરતા હજામોની ધરપકડ

સ્થાનિક વેપારી સંગઠને નોન-મુસ્લિમ રીતે દાઢી કાપવા પર પ્રતિબંધ લાદ્યો હતો

ઇસ્લામાબાદ, તા.પઃ પાકિસ્તાનમાં હજામોની નોન-મુસ્લિમ (સ્ટાઇલિશ) રીતે ગ્રાહકોની દાઢી કાપવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બની છે. જયાં એક સ્થાનિક વેપારી સંગઠને પ્રતિબંધ ગેર મુસ્લિમ પદ્ઘતિથી દાઢી ન કાપવા અગે પ્રતિબંધ લાદ્યો હતો, પરંતુ કેટલાક સ્થાનિક નાઇઓ દ્વારા પ્રતિબંધનું ઉલ્લંદ્યન કરવામાં આવ્યું જેના કારણ હવે તેઓ મોટી મુસીબતમાં ફસાઇ ચૂકયા છે.

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ દ્યટના ૩૦ સપ્ટેમ્બરની હતી. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ વિડીયોમાં સ્થાનિક વેપારી સંગઠનનો અધ્યક્ષ પોલીસને નાઇની ધરપકડ કરવાનું કહેતા જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ, હેર ડ્રેસર પર આરોપ મૂકવામાં આવ્યા હતા કે, તેઓ સ્ટાઇલિશ રીતે દાઢી કેમ કરી રહ્યા હતા. જયારે અહીં તેના પર પ્રતિબંધ છે.

(10:12 am IST)