Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

શિવસેનાએ ગ્રામ્ય બેઠકો પસંદ કરી: ગણતરીભર્યું જોખમ ઉઠાવ્યું

 

મુંબઈ : ભારતીય જનતા પક્ષ સાથે બેઠકોની સમજૂતીમાં શિવસેનાને નાગપુર, પુણે, નાશિક અને નવી મુંબઇમાં એક પણ બેઠક ફાળવવામાં આવી નથી. શહેરી વિસ્તારની તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે શિવસેના ગ્રામ્ય વિસ્તારો ઉપર મદાર બાંધીને આગળ ચાલી છે. શિવસેના પાસે ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત વોટબેંક નથી ત્યારે કેલ્ક્યુલેટેડ જોખમ ઉઠાવ્યુ હોવાનું મનાય છે.

(12:00 am IST)