Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

2022માં ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેશે

રશિયાના સોયુઝ અવકાશ યાનમાં 2022માં ટૂંકાગાળાના તાલીમી કાર્યક્રમ માટે અવકાશ મથકની મુલાકાત લેશે.

 

મોસ્કોઃ રશિયન અવકાશ ઉદ્યોગના સુત્રોને ટાંકીને રશિયન મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ ભારતીય અવકાશયાત્રી રશિયાના સોયુઝ અવકાશ યાનમાં 2022માં ટૂંકાગાળાના તાલીમી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે

  રશિયન ન્યુઝ એજન્સી સ્પુટનિકે એક સુત્રના હવાલા સાથે લખ્યું છે કે,"રશિયા તરફથી ભારતીય અવકાશ સંશોધન કરતા વૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની ટૂંકી મુલાકાત માટેની ઓફર કરી છે. યાત્રા 2022માં યોજાશે અને તે ભારતના સ્વતંત્ર માનવયુક્ત અંતરિક્ષ અભિયાનથી પહેલાં અથવા પછી યોજાશે. નજીકના ભવિષ્યમાં અંગેનો કરાર થવાની સંભાવના છે

   અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એક પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને તેમાં અનેક દેશના વૈજ્ઞાનિકો ત્રણથી મહિના માટે રહેવા જતા હોય છે અને ત્યાં વિવિધ પ્રકારના સંશોધનો કરવામાં આવે છે

(12:00 am IST)