Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પેટ્રોલિયમ પદાર્થો પર કેન્દ્ર સરકારે ઓછામાં ઓછો 10 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ : મમતા બેનર્જી

પેટ્રોલિયમ પદાર્થો પર લાગનારા સેસ હટાવવાની માંગણી

 

સિલીગુડી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ  કહ્યું કે, પેટ્રોલ- ડીઝલની કિંમતો 10 રૂપિયા સુધી ઘટી જવી જોઇએ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરતા કહ્યું કે, પેટ્રોલિયમ પદાર્થો પર લાગનારો સેસ (ટૈક્સ) હટાવવાની સાથે કેન્દ્ર સરકારો ઓછામાં ઓછા 10 રૂપિયા સુધી પેટ્રોલ સસ્તું કરવું જોઇએ

 તેમણે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, કેન્દ્ર સરકારને દેશની જનતાની બિલ્કુલ પણ ફિકર નથી મમતાએ સિલીગુડીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા પ્રતિક્રિયા આપી હતીં

 પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં કેન્દ્ર સરકારે 2.50 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની મમતા સરકારે ગત્ત મહિને રાજ્યમાં પેટ્રોલ - ડીઝલની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. 

(12:00 am IST)