Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

જમ્મુ -કાશ્મીરમાં પોલીસે કર્યો આતંકવાદીઓના મોડ્યુલરનો પર્દાફાશ:હિજબુલ મુજાહુદ્દિનના બે અંડરગ્રાઉન્ડ વર્કર ઝડપાયા

બન્ને પાસેથી એક પિસ્તોલ જપ્ત: આરોપી ટેકીપોરાના સ્થાનિક હોવાનો ખુલાસો

જમ્મુ કાશ્મીરમાં પોલીસે  આતંકવાદીઓના મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે.પોલીસે દક્ષિણ પુલવામાના લોલાબ વિસ્તારમાંથી હિજબુલ મુજાહિદીનના બે અંડરગ્રાઉન્ડ વર્કરને ઝડપી પાડ્યા છે. પોલીસની પકડમા આવેલા બન્ને શખ્સ કાશ્મીરના છે.

  પોલીસે બન્ને પાસેથી એક પિસ્તોલ જપ્ત કરી છે. પોલીસ પકડમાં આવેલા શખ્સમાં મોહમ્મદ રમઝાન અને અબ્દુલ અહમદનો સમાવેશ થયા છે. બન્ને આરોપી ટેકીપોરાના સ્થાનિક હોવાનો ખુલાસો થયો છે. બન્ને આતંકવાદીઓને હથિયાર અને અન્ય સામાન પહોંચાડવાનુ કામ કરતા હતા. બન્ને વિરૂદ્ધ આર્મ એક્ટ હેઠળ પોલીસે કેસ દાખલ કર્યો છે.

(12:00 am IST)