Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

CNG અને LPG બાદ હવે પાઈપલાઈનના રાંધણગેસના ભાવમાં પણ તોળાતો વધારો

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવ વચ્ચે હવે શહેરમાં પાઈપલાઇનથી રાંધણગેસ મેળવતા લોકો પર ભાવવધારો તોળાઇ રહ્યો છે. આગામી ૧પ દિવસમાં જ ગેસના ભાવમાં વધારો જાહેર કરી દેવાય તેવી શક્યતા છે.

   પાઇપ લાઈન ગેસના હાલમાં ઘરેલુ પીએનજીના ભાવ રપ.ર૮ છે અને કોમર્શિયલ પીએનજીનો ભાવ પર પ્રતિ યુનિટ છે.આ ભાવ ૧૯ એપ્રિલથી અમલી થયા હતા તેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવવધારાની અસર પણ આવશે. અમદાવાદ શહેરમાં લાખોની સંખ્યામાં પાઈપ લાઈન ગેસના જોડાણો છે. અદાણી ગેસ લિમિટેડનો નવો ભાવ પ૪ પ્રતિ યુનિટ છે.

 અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ એમ ત્રણેય કંપનીએ સીએનજીના ભાવમાં કિલોદીઠ .૩નો વધારો થયો છે, જેના કારણે આશરે ર લાખથી વધુ વાહનચાલકો કે જેઓ સીએનજીનો ઉપયોગ કરે છે તેઓ પર ભાવવધારાનો બોજો આવી પડ્યો છે.

(12:00 am IST)